કર-નાટક : શુક્રવાર સુધી વિધાનસભાની કાર્યવાહી સ્થગિત, બીજેપી આખી રાત ધરણા કરશે

News18 Gujarati
Updated: July 18, 2019, 7:20 PM IST
કર-નાટક : શુક્રવાર સુધી વિધાનસભાની કાર્યવાહી સ્થગિત, બીજેપી આખી રાત ધરણા કરશે
કર-નાટક : શુક્રવાર સુધી વિધાનસભાની કાર્યવાહી સ્થગિત, બીજેપી આખી રાત ધરણા કરશે

કર્ણાટકમાં રાજનીતિક સંકટ વચ્ચે વિધાનસભાને શુક્રવારે સવારે 11 કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી

  • Share this:
કર્ણાટકમાં રાજનીતિક સંકટ વચ્ચે વિધાનસભાને શુક્રવારે સવારે 11 કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી હતી આ દરમિયાન આ નિર્ણય કરાયો છે. સ્પિકરે વિધાનસભાની કાર્યવાહીને કાલ સુધી સ્થગિત કરતા ભારતીય જનતા પાર્ટીએ વિરોધ શરુ કરી દીધો છે. ભાજપના ધારાસભ્યોએ આખી રાત વિધાનસભામાં ધરણા આપવાની જાહેરાત કરી છે.

આ પહેલા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ વિધાનસભાના સ્પિકર રમેશ કુમારને પત્ર લખીને કહ્યું હતું કે આજ (ગુરુવાર) દિવસ ખતમ થાય તે પહેલા સરકારે વિશ્વાસમતની પ્રક્રિયા પુરી કરી લેવી જોઈએ. રાજ્યપાલે પત્રમાં લખ્યું હતું કે વિશ્વાસ પ્રસ્તાવ હાલ સદનમાં વિચારધીન છે. મુખ્યમંત્રી પાસે અપેક્ષા છે કે તે સદનનો વિશ્વાસ હંમેશા બનાવી રાખે. આજે દિવસ પૂરો થવા સુધી વિશ્વાસ પ્રસ્તાવ ઉપર વોટિંગ કરવા પર વિચાર કરે. જોકે કોંગ્રેસે ગર્વનરના હસ્તક્ષેપ પર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય એચકે પાટિલે કહ્યું હતું કે ગર્વનરે સંવિધાન પ્રમાણે સદનની કાર્યવાહીમાં દખલ દેવી જોઈએ નહીં.

આ પણ વાંચો - RTOએ ચલણના નિયમો બદલ્યા, જાણો ક્યા ગુના બદલ કેટલો દંડ ?

બીજેપી પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે અમે 101 ટકા આશ્વત છીએ. તે 100થી ઓછા છે અને અમે 105 છીએ. તેમાં કોઈ શંકા નથી કે તેમનો પરાજચ થશે.
First published: July 18, 2019
વધુ વાંચો
अगली ख़बर