કર્ણાટક Bypolls વોટિંગ શરૂ, કોંગ્રેસ-JDS ગઠબંધનું ભાવિ થશે નક્કી

આજે થનારી ચૂટણી માટે આશરે 6,450 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે જેમાં કુલ 54,54,275 યોગ્ય મતદાતા છે

News18 Gujarati
Updated: November 3, 2018, 8:50 AM IST
કર્ણાટક Bypolls વોટિંગ શરૂ, કોંગ્રેસ-JDS ગઠબંધનું ભાવિ થશે નક્કી
આજે થનારી ચૂટણી માટે આશરે 6,450 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે જેમાં કુલ 54,54,275 યોગ્ય મતદાતા છે
News18 Gujarati
Updated: November 3, 2018, 8:50 AM IST
બેંગ્લુરુ: કર્ણાટકમાં આજથી ત્રણ લોકસભા અને બે વિધાનસભાની સીટ પર ઉપચુટણીને સત્તારુઢ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની પરિક્ષા રૂપે જોઇ રહ્યાં છે. માનવામાં આવે છે કે આ ચૂંટણીનાં પરિણામની અસર અન્ય રાજ્યોના સત્તા પક્ષ પર પડે તેવી સંભાવના છે

આજે થનારી ચૂટણી માટે આશરે 6,450 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે જેમાં કુલ 54,54,275 યોગ્ય મતદાતા છે. તમામ પાંચ ક્ષેત્રમાં કુલ 31 ઉમેદવાર છે. હાલમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધ અને ભાજપ વચ્ચે છે. આ ચૂંટણીનાં પરિણામ 6 નવેમ્બરનાં રોજ આવશે.

ત્રણ લોકસભા સીટો બેલ્લારી, શિમોગા અને માંડ્યાની સાથે જ રામનગર અને જામખંડી વિધાનસભા ક્ષેત્રમાં શનિવારે મતદાન થશે.


Loading...આ ચૂટંણીમાં ભાજપને સૌથી મોટો ઝાટકો લાગ્યો છે. રામનગર વિધાનસભા ઉપચુટણીનાં ફક્ત બે દિવસ પહેલાં તેનાં ઉમેદવાર એલ ચંદ્રશેકર ગુરૂવારે ચુટણી મેદાનથી હટી ગયા અને કોંગ્રેસમાં પરત ફરી ગયા છે. તે કુમાર સ્વામીની પત્ની વિરુદ્ધ ચુંટણી લડવાનાં હતા

રાજકીય વિશ્લેષકનાં જણાવ્યા મુજબ, માંડ્યા, રામનગર અને શિમોગામાં જો JD(S)ને જીત મળે છે તો પછી ભાજપ માટે આ આકરો ઝાટકો હશે. જ્યારે આવનારા સમયમાં કોંગ્રેસને પણ તેનું નુક્શાન ભોગવવું પડશે.
First published: November 3, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...