Home /News /india /કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા પિતા, મોટા થઈને પુત્રોએ જોઈન કરી તે જ રેજિમેન્ટ

કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા પિતા, મોટા થઈને પુત્રોએ જોઈન કરી તે જ રેજિમેન્ટ

કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા પિતા, મોટા થઈને પુત્રોએ જોઈન કરી તે જ રેજિમેન્ટ

પોતાના પિતાની વીરગાથાની અસર એવી થઈ કે તેઓ સેનાની એ જ રેજીમેન્ટમાં ભરતી થયા જ્યાં તેમના પિતા હતા

કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ત્રણ સૈનિકોના પુત્ર પોતાની માતા પાસેથી પિતાની વીરગાથા સાંભળી મોટા થયા હતા. પોતાના પિતાની વીરગાથાની અસર એવી થઈ કે તેઓ સેનાની એ જ રેજીમેન્ટમાં ભરતી થયા જ્યાં તેમના પિતા હતા. જેમાં નાયક સુબેદાર સુરજીત સિંહનો પુત્ર સિપાહી અમરપ્રીત સિંહ, નાયક સુબેદાર રાવલ સિંહનો પુત્ર બખ્તાવર સિંહ અને નાયક બચન કુમારનો પુત્ર લેફ્ટિનેન્ટ હિતેશ કુમાર છે. સેનામાં ભરતી થવાના નિર્ણયનું તેમની માતાઓએ પણ સમર્થન આપ્યું હતું.

શનિવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કારગિલ વિજય દિવસની યાદમાં થયેલા સમારોહમાં આ નવયુવાનોની કહાની સંભળાવી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભારતીય સેના પ્રમુખ બિપિન રાવત સહિત ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પિતાની શહાદત સમયે 10 વર્ષનો હતો સિપાહી અમરપ્રીત સિંહ
પંજાબના માવા ગામનો અમરપ્રીત તે સમયે ફક્ત 10 વર્ષનો હતો, જ્યારે તેણે યુદ્ધમાં પોતાના પિતા ગુમાવી દીધા હતા. તેની માતા અમરજીત કૌરે કહ્યું હતું કે તે હંમેશા સેનામાં સામેલ થવા માંગતો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે મારા પતિ 1999માં મીડિયમ આર્ટિલરી રેજિમેન્ટમાં દ્રાસ સેક્ટરમાં શહાદત આપી તો મારો પુત્ર ફક્ત 10 વર્ષનો હતો. તે શરુઆતમાં સેનામાં સામેલ થવા માંગતો હતો. મેં તેનું સમર્થન કર્યું હતું. મને તેના નિર્ણય ઉપર ગર્વ છે. અમરપ્રીત મે, 2018માં પોતાના પિતાની રેજિમેન્ટમાં સામેલ થયો હતો. હાલ તે લેહમાં ડ્યૂટી ઉપર છે.

આ પણ વાંચો - કારગિલ વિજય દિવસ સમારોહ : કાર્યક્રમમાં ભાવુક થયા પીએમ મોદી

સિપાહી બખ્તાવરની માતાએ પુત્રને સેનામાં ભરતી થવાનું કર્યું સમર્થન
સિપાહી બખ્તાવરની માતા સુરિન્દર કૌરે કહ્યું હતું કે મેં મારા પુત્રને સેનામાં સામેલ થવાના નિર્ણયનું હંમેશા સમર્થન કર્યું છે. જમ્મુના માખનપુર ગામમાં રહેનાર બખ્તાવર તે સમયે 9 વર્ષનો હતો. જ્યારે તેના પિતા નાયક સુબેદાર રાવલ સિંહ ટાઇગર હિલ પર દુશ્મન સાથે લડતા શહીદ થયા હતા. કારગિલમાં સેવા આવી ચુકેલા બખ્તાવરના પરિવારના અન્ય સભ્યોએ પણ સેનામાં ભરતી થવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. તેણે યાદ કરતા કહ્યું હતું કે કારગિલ યુદ્ધમાં લડી ચુકેલા તેના અંકલે પણ બહાદુરીના કિસ્સા સાંભળાવી મને પ્રોત્સાહિત કર્યો હતો.

લેફ્ટિેનેન્ટ હિતેશે છ વર્ષની ઉંમરમાં જ કરી લીધો હતો નિર્ણય
લેફ્ટિેનેન્ટ હિતેશ કુમારના પિતા રાજપૂતાના રાઇફલ્સની બીજી બટાલિયનમાં લાન્સ નાયક બચન સિંહ 12 જૂન 1999ના રોજ તોલોલિંગમાં લડતા શહીદ થયા હતા. હિતેશની માતા કમલેશ બાબાએ કહ્યું હતું કે હિતેશ ત્યારે છ વર્ષનો હતો. તેણે પણ પિતાની જેમ સેનામાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ યુવા સૈનિકોને પિતાની રાહ ચાલવા પર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ઘણી મહિલાઓ પોતાના બાળકને આ પ્રકારે મોકલવાનું સાહસ હોતું નથી, જે એક વખત પોતાના પતિને હંમેશા માટે દૂર કર્યા હોય.
First published:

Tags: કારગિલ, કારગિલ વિજય દિવસ