મોદી સાબરમતીથી ઉડ્યા હતા તે સી-પ્લેન કરાચીથી આવ્યું હતું? ટ્વિટર પર ધમાસાણ

ગુજરાતના ચૂંટણીમાં પાકિસ્તાનનું નામ પણ ઉછળ્યું છે ત્યારે લોકોએ મોદીના સી-પ્લેનનું પણ પાકિસ્તાન કનેક્શન શોધી કાઢ્યું છે.

ગુજરાતના ચૂંટણીમાં પાકિસ્તાનનું નામ પણ ઉછળ્યું છે ત્યારે લોકોએ મોદીના સી-પ્લેનનું પણ પાકિસ્તાન કનેક્શન શોધી કાઢ્યું છે.

  • Share this:
નવી દિલ્હીઃ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સી-પ્લેને ખૂબ ચર્ચા જગાવી હતી. મોદી સી-પ્લેનમાં સવાર થઈને સાબરમતીથી ધરોઈ ડેમ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમાં બેસીને જ સાબરમતી પરત ફર્યા હતા. ગુજરાતના ચૂંટણીમાં પાકિસ્તાનનું નામ પણ ઉછળ્યું છે ત્યારે લોકોએ મોદીના સી-પ્લેનનું પણ પાકિસ્તાન કનેક્શન શોધી કાઢ્યું છે.

રિપોર્ટ પ્રમાણે સી-પ્લેન મુંબઈ અને ત્યારબાદ અમદાવાદ પહોંચ્યા ત્યાર પહેલા તે પાકિસ્તાનના કરાચી શહેરમાં ગયું હતું. નોંધનીય છે મણીશંકર ઐયરની 'નીચ'વાળી કમેન્ટ બાદ મોદીએ ગુજરાતમાં ચૂંટણી સભા સંબોધતા કહ્યું હતું કે ગુજરાતની ચૂંટણી અંગે પાકિસ્તાન સાથે મળીને કોંગ્રેસ પ્લાન બનાવ્યો છે. તો સોમવારે સીએમ રૂપાણીએ અંબાજી ખાતે સભા સંબોધતા કહ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસની જીત થશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.

ગુજરાત ચૂંટણીના પાકિસ્તાન કનેક્શનમાં હવે સી-પ્લેનનો મુદ્દો ઉમેરાતા ટ્વિટર પર ધમાસણ મચી ગઈ છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઈટ UK.Flightaware.comના રિપોર્ટ પ્રમાણે મોદીએ જે સી-પ્લેનમાં ઉડાણ ભરી હતી તે પ્લેન ભારતમાં આવ્યા પહેલા કરાચીમાં રોકાયું હતું. પ્લેને ત્રીજી ડિસેમ્બરે કરાચીથી ઉડાણ ભરી હતી અને એ જ દિવસે તે મુંબઈમાં લેન્ડ થયું હતું. ત્યાર બાદ સોમવારે તે અમદાવાદ આવી પહોંચ્યું હતું.

અમેરિકાથી આવેલું સિંગલ એન્જિન ધરાવતું આ પ્લેન ખાનગી માલિકીનું છે. જોકે, નિયમ પ્રમાણે વડાપ્રધાન બે કે તેનાથી વધારે એન્જિન ધરાવતા વિમાનમાં જ સફર કરી શકે છે.

રાહુલ ગાંધીએ મોદીની સી-પ્લેનની મુસાફરીને ગુજરાતના મુખ્ય પ્રશ્નોથી ધ્યાન ભટકાવવાની ગણાવી હતી. રાહુલે વધુમાં કહ્યું હતું કે, ખરેખર પ્રશ્ન એ છે કે તમે છેલ્લા 22 વર્ષમાં ગુજરાત માટે શું કર્યું?

મોદીની સી-પ્લેનની મુસાફરી પર @INCTelanganaના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે કરાચીથી આવેલા પ્લેનનો ઉપયોગ મોદીની સફર માટે માટે શા માટે કરવામાં આવ્યો? કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા ટ્વિટર પર આ રિપોર્ટને શેર કરવામાં આવ્યો હતો.

First published: