આવા અધિકારીઓ ઉપર ગર્વ છે, આ કલેક્ટરે કર્યું એવું કામ કે તમે કરશો સલામ

News18 Gujarati
Updated: September 6, 2018, 9:18 PM IST
આવા અધિકારીઓ ઉપર ગર્વ છે, આ કલેક્ટરે કર્યું એવું કામ કે તમે કરશો સલામ
આઈએસ અધિકારી કન્નન ગોપીનાથની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા થઈ રહી છે

આઈએસ અધિકારી કન્નન ગોપીનાથની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા થઈ રહી છે. કન્નન ગોપીનાથ દાદરા નગર હવેલીના કલેક્ટર છે.

  • Share this:
કેરળના પૂર ઓસરી ગયા છે પણ પૂરમાં લોકોની મદદ કરનાર લોકોની સોશિયલ મીડિયામાં હજુ પણ પ્રશંસા થઈ રહી છે. આવો જ એક કિસ્સો હવે બહાર આવ્યો છે. પોતાની ઓળખાણ છુપાવીને પૂરગ્રસ્ત પીડિતોની મદદ કરનાર આઈએસ અધિકારી કન્નન ગોપીનાથની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા થઈ રહી છે. કન્નન ગોપીનાથ દાદરા નગર હવેલીના કલેક્ટર છે. તે મુળ કેરળના કોટ્ટાયમના રહેવાસી છે. 2012ની બેન્ચના આઈએએસ અધિકારી કન્નન પૂર પીડિતોની મદદ માટે 26 ઓગસ્ટે પોતાના ગૃહરાજ્યમાં પહોંચ્યા હતા.

જ્યારે તે પીડિતોની મદદ કરી રહ્યા હતા તો કોઈએ ઓળખ્યા ન હતા કે તેમની વચ્ચે આઈએએસ અધિકારી કામ કરી રહ્યા છે. એર્ણાકુલમના જિલ્લા કલેક્ટર વાય સફીરુલ્લાએ જ્યારે એક પ્રેસ કલેક્શન સેન્ટરનો પ્રવાસ કર્યો તો તેમણે કન્નનને ઓળખી લીધા હતા અને ત્યાં હાજર રહેલા લોકોને કહ્યું હતું કે તેમની વચ્ચે જે યુવા વ્યક્તિ મહેનત કરી રહ્યો છે તે કલેક્ટર છે. વાય સફીરુલ્લાએ ના કહ્યું હોત તો કન્નનની ઉદારતાથી સોશિયલ મીડિયા અજાણ રહ્યું હોત.

કન્નને ઓળખ છુપાવી સરકારી બસમાં સફર કરીને 10 દિવસમાં પાંચ જિલ્લામાં મદદ કરી હતી


ધ ન્યૂઝ મિનિટની ખબર પ્રમાણે 32 વર્ષીય કન્નને કહ્યું હતું કે તેણે પોતાના રાજ્યની સ્થિતિ જોઈને રજા લેવા માટે અપ્લાઇ કરી હતી તો તેના સીનિયર અધિકારીએ હકારાત્મક વલણ અપનાવી તેને રજાના બદલે ડ્યુટીના કામ તરીકે મોકલ્યો હતો.કન્નનના મતે કેન્દ્ર શાસિત રાજ્યના સાંસદ નિધી તરફથી 1 કરોડ રૂપિયાની રકમ કેરળના મુખ્યમંત્રીને આપી હતી. તેમણે કહ્યું હતું કે અધિકારીઓ અને સ્થાનિક લોકોની મદદથી તે સામાનથી ભરેલા 10 ટ્રકો કેરળ મોકલવા સફળ રહ્યા છે. કેરળ પહોંચીને કન્નને ત્યાં રહીને મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. કન્નનની આ વાત બહાર આવતા જ સોશિયલ મીડિયા પર તેમની જોરદાર પ્રશંસા થઈ રહી છે.એક સ્થાનિક અખબારના રિપોર્ટરે જ્યારે કન્નનની પ્રશંસા કરતી ટ્વિટ કરી હતી તો આ ટ્વિટને આઈએએસ એસોસિયેશના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી રી ટ્વિટ કરવામાં આવી હતી. આઈએએસ એસોસિયેશને લખ્યું હતું કે અવિશ્વસનિય કન્નન. તમારા જેવા આઈએએસ અધિકારીઓ ઉપર ગર્વ છે. જે વાસ્તવમાં ભારતીય પ્રશાસનિક સેવાના પ્રતીક છે.

સ્થાનિક રિપોર્ટરના મતે કન્નને ઓળખ છુપાવી સરકારી બસમાં સફર કરીને 10 દિવસમાં પાંચ જિલ્લામાં મદદ કરી હતી. તેમણે તેમના સંબંધીઓને પણ કેરળના પ્રવાસ વિશે વાત કરી ન હતી.

 
First published: September 6, 2018, 9:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading