જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટી (જેએનયુ)નો પૂર્વ છાત્ર સંઘ અધ્યક્ષ કન્હૈયા કુમાર આજકાલ બિહારના બેગૂસરાયમાં કેમ્પેઈન કરી રહ્યો છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી લોકસભા ઉમેદવાર બનાવવાની લીલી ઝંડી મળ્યા પછી કન્હૈયા કુમાર ચૂંટણીની તૈયારીમાં લાગી ગયો છે. કબડ્ડી સ્પર્ધાથી લઈને રાજનીતિક જનસભાઓમાં તે જોવા મળે છે. જોકે વિવાદ તેનો પીછો છોડતો નથી. કનૈયા કુમારનું કહેવું છે કે તેના બદનામ કરવા માટે ભાજપની ચાલ છે. આ બધા મુદ્દા પર તેણે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી હતી.
તમારી સામે 48 કલાકમાં બિહારમાં બે એફઆઈઆર નોંધાવવામાં આવી છે. તાજો મામલો બેગૂસરાયમાં થયેલી હિંસાનો છે. 16 ઓક્ટોબરની સાંજે શું થયું હતું?
અમે મંસુરચકમાંથી સભા કરીને પરત ફરી રહ્યા હતા. ભગવાનપુર સ્ટેશન પાસે દહિયા ગામમાં મારા કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. તે ભારતીય જનતા યુવા મોરચા અને બજરંગ દળના કાર્યકર્તાહતા. તેમની તસવીર સુશીલ મોદી સાથે છે. તેમની સ્થાનિક ભાજપા એમએલસી રજનીશનું સંરક્ષણ મળેલ છે. તેમનો ઇરાદો મને નુકસાન પહોંચાડવાનો હતો.
તેમનો ઇરાદો નુકસાન પહોંચાડવાનો હતો તો તમારો કાફલો રોકવામાં આવ્યો કે તમે પોતે ત્યા રોકાયા હતા કોઈને મળવા માટે?
બંને અલગ-અલગ મામલા છે. પૂજા બીજે થઈ રહી હતી અને અમે રોકાયા બીજે હતા. જોકે એ વાત સાચી છે કે બીએલ શિક્ષણ સંસ્થાનમાં એક પરિચતને મળવા ગયા હતા પણ તે લોકોએ ત્યાં પહોંચીને હંગામો કર્યો હતો.
બેગૂસરાયમાંથી તમને કેવો ફીડબેક મળી રહ્યો છે? બેગૂસરાયન લોકો મુર્ખ નથી. અહીંના લોકો સમજે છે. જ્યારે દેશદ્રોહી બનાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું તો અહીંના લોકો તેમના કહ્યામાં આવ્યા ન હતા. આ લોકો અમને ફસાવવા માંગે છે. અમે સંવિધાન અને કાયદા પ્રમાણે જ કામ કરે છે. પહેલા તે દેશદ્રોહી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હવે ગુંડો બનાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. જેટલો બદનામ કરવાનો પ્રયત્ન કરવો હોય તેટલો કરી લો. અમે ડરવાના નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર