મહાગઠબંધને કન્હૈયા કુમારને ના આપ્યો ભાવ, તેજસ્વી યાદવે રોકી બેગૂસરાયથી એન્ટ્રી

News18 Gujarati
Updated: March 22, 2019, 10:51 PM IST
મહાગઠબંધને કન્હૈયા કુમારને ના આપ્યો ભાવ, તેજસ્વી યાદવે રોકી બેગૂસરાયથી એન્ટ્રી
મહાગઠબંધને કન્હૈયા કુમારને ના આપ્યો ભાવ, તેજસ્વી યાદવે રોકી બેગૂસરાયથી એન્ટ્રી

સીટોની વહેંચણીથી સ્પષ્ટ થઈ ગયું છે કે કન્હૈયા કુમારને મહાગઠબંધનનો સાથ મળશે નહીં

  • Share this:
બિહારમાં મહાગઠબંધને શુક્રવારે સીટોની વહેચણી કરી હતી. લોકસભાની 40 સીટોમાંથી 20 ઉપર આરજેડી લડશે અને કોંગ્રેસ 9 સીટો લડશે. બીજી અન્યો દળોને આપવામાં આવી છે. છાત્ર રાજનીતિથી લોકસભા ચૂંટણી લડવાની આશા રાખનાર કન્હૈયા કુમાર સાથે મહાગઠબંધને કિનારો કરી લીધો છે. કન્હૈયાની ટિકિટ કાપવામાં તેજસ્વી યાદવનો હાથ બતાવવામાં આવી રહ્યો છે. પહેલા એવી ખબર હતી કે કન્હૈયા કુમાર બિહારની બેગૂસરાયથી મહાગઠબંધનનો ઉમેદવાર બનશે. કન્હૈયાએ પણ કહ્યું હતું કે તે બેગૂસરાયથી ચૂંટણી લડશે.

જોકે સીટોની વહેંચણીથી સ્પષ્ટ થઈ ગયું છે કે કન્હૈયા કુમારને મહાગઠબંધનનો સાથ મળશે નહીં. બેગૂસરાય સીટ આરજેડીના ભાગમાં આવી છે અને આરજેડી પોતાના કોટામાંથી એક સીટ પહેલા જ સીપીઆઈ (એમ)ને આપી ચૂક્યું છે. સીપીઆઈએ પહેલા જાહેરાત કરી હતી કે તેને બિહારમાં 3 થી 4 સીટો જોશે. જોકે સીટોની વહેંચણીમાં સીપીઆઈને નજરઅંદાજ કરવામાં આવી છે.

આ પણ વાંચો - બિહાર: મહાગઠબંધન સીટોની વહેંચણી, કોંગ્રેસ - 9 અને આરજેડી - 20 સીટ પર લડશે ચૂંટણી

સીપીઆઈના રાજ્ય સચિવ નારાયણ સિંહે કહ્યું છે કે મહાગઠબંધને અમારી સાથે દગો કર્યો છે. એક વર્ષ પહેલા ગઠબંધનનો વાયદો કર્યો હતો. હું લાલુ યાદવને ત્રણ વખત મળ્યો હતો અને તેમની સાથે ફોન ઉપર વાતચીત પણ થઈ હતી. તેજસ્વી સાથે પણ વાતચીત થઈ હતી. તેમણે ગઠબંધનનું આશ્વાસન આપ્યું હતું.

નારાયણ સિંહે કહ્યું હતું કે તેમની પાર્ટી બેગૂસરાયથી ચૂંટણી લડવા માંગે છે. કન્હૈયા અને સીપીઆઈ ગઠબંધન કે ગઠબંધન વગર તૈયાર છે. તેમણે ભલે અમને બહાર કરી દીધા હોય પણ બેગૂસરાયથી લડીશું. અમારી તૈયારીઓ પૂરી છે. સીપીઆઈ હવે મધુબની, મોતિહારી અને ખગડિયાથી પણ ઉમેદવાર ઉતારી શકે છે.

સુત્રોના મતે કોંગ્રેસ વામદળોને સાથે રાખવા માંગતી હતી પણ આરજેડી તેના પક્ષમાં ન હતું. ન્યૂઝ 18એ કન્હૈયા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ સંપર્ક થઈ શક્યો ન હતો.
First published: March 22, 2019, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading