ખુલાસો : રોહિત સોલંકી બનીને ફેસબુક પર કમલેશ તિવારી સાથે ચેટ કરતો હતો અશફાક

News18 Gujarati
Updated: October 20, 2019, 9:12 PM IST
ખુલાસો : રોહિત સોલંકી બનીને ફેસબુક પર કમલેશ તિવારી સાથે ચેટ કરતો હતો અશફાક
ખુલાસો : રોહિત સોલંકી બનીને ફેસબુક પર કમલેશ તિવારી સાથે ચેટ કરતો હતો અશફાક

ગુજરાત એટીએસે આ હત્યાકાંડમાં નવો ખુલાસો કર્યો

  • Share this:
હિન્દુ સમાજ પાર્ટી (Hindu Samaj Party)ના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ની હત્યામાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. ગુજરાત પોલીસે (Gujarat Police) હવે આ હત્યાકાંડમાં નવો ખુલાસો કર્યો છે. ગુજરાત એટીએસના મતે હત્યાનો આરોપી અશફાક રોહિત બનીને કમલેશ તિવારી સાથે ફેસબુક અને સોશિયલ સાઇટ્સ ઉપર ચેટ કરતો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસે જ (ATS)આ હત્યાકાંડમાં સામેલ ત્રણ આરોપીને સૌથી પહેલા ધરપકડ કરી હતી.

જાણકારોના મતે ગુજરાત એટીએસના આ ખુલાસા પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કમલેશ તિવારીના હત્યા એક વ્યવસ્થિત પ્લાનિંગ બનાવીને કરી છે. હત્યારાએ કમલેશ તિવારી સાથે પહેલા નિકટતા વધારી હતી અને પછી તેનો ફાયદો ઉઠાવીને હત્યા કરી દીધી હતી. આ માટે હત્યારાએ ફેસબુક અને વ્હોટ્સએપ ઉપર તિવારી સાથે પરિચય વધાર્યો હતો. આ પછી કમલેશ તિવારીને જાળમાં ફસાવી મળવાનો ટાઇમ અને ઘરનું એડ્રેસ મેળવી લીધું હતું.

આ પણ વાંચો - કમલેશ તિવારી હત્યા કેસ : ગૂગલની મદદથી ઘરે પહોંચ્યા હતા હત્યારા

ગુજરાત એટીએસના મતે હત્યાનો આરોપી અશફાક રોહિત બનીને કમલેશ તિવારી સાથે ફેસબુક અને સોશિયલ સાઇટ્સ ઉપર ચેટ કરતો હતો. (ફોટો સોર્સ : અજીત સિંહ )


હાલ યૂપી પોલીસે શૂટરની ધરપકડ કરવા માટે ઘણી ટીમો બનાવી છે અને અલગ-અલગ સ્થળે તપાસ કરી રહી છે. યૂપી પોલીસની એક ટીમ ગુજરાત પણ મોકલવામાં આવી છે. જેને લખનઉના એસપી ક્રાઇમ લીડ કરી રહ્યા છે.

ATSએ ઝડપેલા ત્રણે આરોપીઓ મિરઝાપૂર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. લખનઉ પોલીસની ટીમે ત્રણેય આરોપીઓના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડની માંગણી કરી હતી જેમાં કોર્ટે 72 કલાકના રિમાન્ડ મંજુર કર્યા. આ ત્રણેય આરોપીઓને પોલીસ લખનઉ ખાતે લઈ જશે અને સમગ્ર ઘટનાક્રમની તપાસ કરશે.
First published: October 20, 2019, 9:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading