કમલા મિલ્સ દુર્ઘટનાઃ હેમા માલિનીએ કહ્યું- મુંબઈમાં વસ્તી નિયંત્રણ પર વિચારવાનો સમય

હેમાએ કહ્યું કે મુંબઈમાં હવે વસ્તી નિયંત્રણ પર પણ વિચારવું જોઈએ.

નિર્માણ પહેલા તપાસ કરવી જોઈએ કે આવવા-જવાનો રસ્તો છે કે નહીં. મુંબઈની અંદર એક નવું મુંબઈ બનાવવામાં આવી રહ્યું છેઃ હેમા

  • Share this:
મુંબઈમાં લોઅર પરેલ વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી ગઈ હતી. કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં મોજો બિસ્ટ્રો લોંજમાં લાગેલી આગમાં 14 લોકોનાં મોત થઈ ગયા, તેમજ 21થી વઘારે ઘાયલ થઈ ગયા. મૃતકોમાં 11 મહિલાઓ અને 3 મહિલા સામેલ છે. મોટાભાગની મહિલાઓના મૃતદેહ વોશરૂમમાંથી મળી આવ્યા હતા.

બનાવ પર સાંસદ હેમા માલિનીએ કહ્યું કે, નિર્માણ પહેલા તપાસ કરવી જોઈએ કે આવવા-જવાનો રસ્તો છે કે નહીં. મુંબઈની અંદર એક નવું મુંબઈ બનાવવામાં આવી રહ્યું છે. એક શહેરથી બીજા શહેરમાં વિકાસ માટે જવું જોઈએ. વસ્તી નિયંત્રણ પર પણ વિચારવું જોઈએ.

બીએમસીના મેયર વિશ્વનાથ મહાદેવશ્વરે વિવાદિત ભાષણ આપતા કહ્યું કે, આ મોટી દુર્ઘટના છે. 14 લોકોનાં જીવ ગયા છે. દુર્ઘટનાની તપાસના આદેશ કરવામાં આવ્યા છે. કોઈ પણ અધિકારી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ. તપાસ પછી માલુમ પડશે કે આના માટે કોણ જવાબદાર છે. હું બધી વસ્તુ પર ધ્યાન ન રાખી શકું. હું દરેક જગ્યાએ હાજર ન રહી શકું.

આ મુદ્દે શિવસેના સાંસદ અરવિંદ સાવંત અને બીજેપીના સાંસદ કિરીટ સોમૈયા વચ્ચે સંસદમાં ઉગ્ર દલિલો થઈ હતી. બીજેપી સાંસદ કિરીટ સોમૈયાએ લોકસભામાં આ અંગે ચર્ચા કરતા માંગણી કરી કે સરકાર તમામ પબ અને રેસ્ટોરાંનું ફાયર ઓડિટ કરાવે. તેમણે બીએમસી પર નિશાન સાધતા કહ્યું કે, અહીંના ભ્રષ્ટ અધિકારીઓ આ દુર્ઘટના પાછળ જવાબદાર છે. તે લોકો જાણે કે કેવી રીતે લાઇસન્સ અપાય છે.

આ દરમિયાન શિવસેના સાંસદ અરવિંદ સાવંતે સોમૈયા પર દખલગીરી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે માંગણી કરી કે આખી દુર્ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઈએ. આ ઘટના જ નહીં જેટલા પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, તેમને લાઇસન્સ કેવી રીતે મળી જાય છે તેની તપાસ થવી જોઈએ. સાવંતે કિરીટ સોમૈયા તરફ ઈશારો કરતા કહ્યું કે તેમના મિત્રોની રેસ્ટોરાં જ ત્યાં આવેલી છે. તેમણે આરોપ લગાવ્યો કે ત્યાં અનેક મોટા નેતાઓ અને અધિકારીઓની રેસ્ટોરાં અને પબ છે.

ભૂલભૂલામણી જેવા છે સસ્તાઓ

સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ દિલ્હીમાં પણ ટ્રોમા સેન્ટરોને તૈયાર રહેવાના આદેશ કર્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ સતત સંપર્કમાં છે. સાંસદ જયા બચ્ચને કહ્યું કે, હું કમલા મિલ્સ ગયેલી છું. ત્યાં રસ્તા ખૂબ જ અટપટા છે. વ્યવસ્થા કરવાની જરૂર હતી. આ ખૂબ જ શરમજનક છે. તે કમર્શિયલ વિસ્તાર છે. લાઇસન્સ આપ્યા પછી પણ તપાસ કરવાની જરૂર હતી. જે રેસ્ટોરાં ચાલી રહી છે તેની પણ જવાબદારી બને છે. લોકોનાં જીત તો ગયા હવે તમે કાર્યવાહી કરતા રહો.

કેન્દ્રીય મંત્રી અને મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહે કહ્યું કે, આ મોત પાછળ ભ્રષ્ટાચારીઓ જવાબદાર છે. ત્યાંના કાયદાઓની તપાસ કરવી જોઈએ. બીએમસી જો ટેક્સ વસૂલ કરે છે તો સુરક્ષાની જવાબદારી પણ તેની જ છે. તે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા ન કરી શકે.

રાહુલ ગાંધીએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર મરાઠી ભાષામાં ટ્વિટ કર્યું. તેમાં લખવામાં આવ્યું છે કે, કમલા મિલ્સ કમ્પાઉન્ડની દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. હું મૃતકોના પરિવારના દુઃખમાં ભાગીદાર છું. કસુરવારોની તપાસ થવી જોઈએ, તેમને કડકમાં કડક સજા સંભળાવવી જોઈએ.
First published: