રજનીકાંત સાથે હાથ મિલાવવા પર કમલે હસને શું કહ્યું

News18 Gujarati
Updated: November 19, 2019, 9:36 PM IST
રજનીકાંત સાથે હાથ મિલાવવા પર કમલે હસને શું કહ્યું
રજનીકાંત સાથે હાથ મિલાવવા પર કમલે હસને શું કહ્યું

કમલ હસન અને રજનીકાંતને અલગ-અલગ વિચારધારાના માનવામાં આવે છે

  • Share this:
ચેન્નાઈ : તમિલનાડુ (Tamil Nadu)ની રાજનીતિમાં તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર કમલ હસન (Kamal Haasan)ની ઇનિંગ્સ શરુ થઈ ગઈ છે. રજનીકાંત (Rajinikanth) ઔપચારિક રુપમાં રાજનીતિમાં ઉતરવાની જાહેરાત ગમે ત્યારે કરી શકે છે. કમલ હસનની પાર્ટી તો ચૂંટણી પણ લડી ચૂકી છે. જોકે રજનીકાંતે હજુ ઔપચારિક રીતે જાહેરાત કરી નથી. તમિલનાડુની રાજનીતિમાં હાલ પણ કોઈ મોટા નેતા નથી. ખાસ કરીને જયલલિતા અને કરુણાનિધિના ગયા પછી. આ બંને નેતાઓના ગયા પછી લોકોને કમલ હસન અને રજનીકાંત પાસે ઘણી આશા છે.

કમલ હસન પોતાની પાર્ટી મક્કલ નિધિ માયમના નામથી બનાવી ચૂકેલ છે. જોકે કમલ હસન અને રજનીકાંતને અલગ-અલગ વિચારધારાના માનવામાં આવે છે. હવે તે સાથે આવે તેવી સંભાવના છે. કમલ હાસનને જ્યારે આ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે અમારી મિત્રતા 44 વર્ષથી છે. જો જરુર પડી તો અમે તમિલનાડુના વિકાસ માટે એકસાથે આવી શકીએ છીએ. કમલ હસનના આ નિવેદને બંને વચ્ચે ગઠબંધનની સંભાવનાને પણ જન્મ આપ્યો છે. આ પહેલા કમલ હસન રજનીકાંત સાથે દોસ્તી સાથે ઇન્કાર કરી ચૂક્યો છે.

આ પણ વાંચો - જ્યારે લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું - રાહુલ ગાંધી આજે રજા પર છે

કમલ હસને જ્યારે રાજનીતિમાં ઔપચારિક રીતે પગ મુક્યો હતો ત્યારે પણ સવાલ ઉભા થયા હતા કે તે ક્યારેક રજનીકાંત સાથે સમજુતી કરી શકશે. તેના પર કમલ હસને કહ્યું હતું કે રજનીકાંતની રાજનીતિમાં ભગવો રંગ જોવા મળે છે. જો રજનીકાંતની રાજનીતિમાં રંગ ભગવો થયો તો તેમની સાથે ગઠબંધન મંજૂર નથી.
First published: November 19, 2019, 9:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading