મધ્ય પ્રદેશમાં હાલમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના પરાજય પછી પાર્ટી નેતા કૈલાશ વિજયવર્ગીયએ ઇશારોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા એક વિવાદિત ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે સોનિયા ગાંધીને નિશાન બનાવ્યા છે. વિજયવર્ગીયના ટ્વિટને લઈને કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. જેના સોશિયલ મીડિયા પર ઘણા રિએક્શન જોવા મળી રહ્યા છે. જોકે વિવાદ વધતા વિજયવર્ગીયએ પોતાનું ટ્વિટ ડિલીટ કર્યું હતું.
વિજયવર્ગીયએ ટ્વિટ કર્યું હતું કે વિદેશી સ્ત્રીથી ઉત્પન સંતાન ક્યારેય દેશ હિત અને રાષ્ટ્રપ્રેમનો અનુગામી ના હોઈ શકે. આ ટ્વિટને યૂપીએ અધ્યક્ષ અને રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધી સાથે જોડીને જોવામાં આવે છે.
કોંગ્રેસ નેતા રાધિકા ખેડાએ આ પછી ટ્વિટ કરીને વિજયવર્ગીય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આવી વાતો બોલવામાં કાયમ રહો..આવા સમયે દેશની જનતાને બીજેપીનું ચાલ-ચરિત્ર જોતા રહો. હાલ તો પાંચ રાજ્યોમાં 0/5 મળ્યું છે, બસ થોડાક મહિનાની વાત છે, જેશની જનતા તમને જવાબ આપવાની છે.
કૈલાશ વિજયવર્ગીયએ ઇશારોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા એક વિવાદિત ટ્વિટ કર્યું
આ પહેલા વિજયવર્ગીયએ શુક્રવારે પણ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યું હતું કે મારે નવો ફોન લેવાનો છે, વિચારી રહ્યો છું કે થોડો રોકાઈ જાવું. 2-3 મહિનામાં તો રાહુલ બાબા ભેલ નિર્મિત અથવા મેડ ઇન ચિત્રકૂટ મોબાઈલ લોન્ચ કરી દેશે. ઉલ્લેખનીય છે કે રાહુલે ચિત્રકૂટમાં એક રેલીમાં કહ્યું હતું કે આજથી પાંચ વર્ષ પછી તમારા પોતાના મોબાઈલ પાછળ મેડ ઈન ચાઇનાના બદલે મેડ ઈન ચિત્રકૂટ, મેડ ઇન એમપી લખેલું હશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર