બે દશક પહેલા આ મહિલા જઇ ચુકી છે સબરીમાલા મંદિરની અંદર

News18 Gujarati
Updated: October 19, 2018, 1:34 PM IST
બે દશક પહેલા આ મહિલા જઇ ચુકી છે સબરીમાલા મંદિરની અંદર
જોકે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સતત તણાવ ચાલુ છે.

સુપ્રીમ કોર્ટે મહિલાઓને પણ કેરળના બહુચર્ચિત સબરીમાલા મંદિરમાં જવાની અનુમતી આપી છે. જોકે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સતત તણાવ ચાલુ છે.

  • Share this:
સુપ્રીમ કોર્ટે મહિલાઓને પણ કેરળના બહુચર્ચિત સબરીમાલા મંદિરમાં જવાની અનુમતી આપી છે. જોકે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સતત તણાવ ચાલુ છે. આજે શુક્રવારે તેલંગાનાની એક ઓનલાઇન પત્રકાર અને અન્ય એક મહિલા ભક્તે સબરીમાલામાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભારે વિરોધને કારણે તેઓ નિષ્ફળ રહ્યાં. આઈજી પોલીસ શ્રીજીતની આગેવાનીમાં 150 પોલીસકર્મીઓએ તેમને સુરક્ષા આપી હતી પરંતુ ભક્તોની ભારે ભીડે મંદિરના મુખ્ય દ્વાર પર તેમને રોકી દીધા હતાં જેના કારણે તેઓ પરત ફર્યા હતાં.

સબરીમાલાના મુખ્ય પૂજારી કંદારારુ રાજીવરૂએ મંદિરને બંધ કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું, 'જો કોઇપણ મહિલા મંદિરમાં આવી તો અમે પૂજા રોકી દઇશું. અમે મંદિર બંધ કરીને ચાવી લઇ જઇશું. ભક્તોની ભાવનાઓને હળવાશથી ન લો. અમે ભક્તોની સાથે છીએ.

અત્યારથી બે દશક પહેલા જ મહિલા મંદિરમાં પ્રવેશ કરી ચુકી છે. તે પણ જાહેરમાં જ કોર્ટના આદેશ સાથે. આ મહિલા છે કે.બી વત્સલા, જેમણે 1994-95માં સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તે વખતે તેમની ઉંમર 41 વર્ષ હતી. તેઓ એ સમયે પથાનમથિટ્ટાના કલેક્ટર હતા અને કોર્ટના આદેશ હતો છતાંપણ તેમને મંદિરમાં પ્રવેશ અંગે ઘણી ધમકીઓ પણ મળી હતી.

આ પણ વાંચો: સબરીમાલામાં પ્રવેશ ન કરી શકી મહિલાઓ, પૂજારીએ આપી મંદિર બંધ કરવાની ધમકી

પહાડી પર સ્થિત સબરીમાલા મંદિરમાં દુર્ગમ સફર કરીને જવુ પડે છે. આ મંદિર અને તેની આસપાસ થતા અન્ય કામો માટે પણ રાજ્ય સરકાર જ જવાબદાર હોય છે. આ રીતે સરકારના કામો માટે પણ કે.બી. વત્સલાનું મંદિરમાં જવુ જરૂરી હતું. ત્યારે પણ તેમનો ઘણો વિરોધ થયો હતો. આ મામલામાં કેરળ હાઇકોર્ટે કહ્યું હતું કે કે.બી વત્સલાનું મંદિરમાં જવું એ તેમની ઓફિશિયલ ડ્યુટી જેવું છે. તેઓ એક ડિસ્ટ્રીક્ટ કલેક્ટર છે એટલે તેમણે ત્યાં જવુ પડશે. વત્સલાને મંદિરમાં આવેલી 18મો સોનાનો દાદર ન ચઠ્વા પણ વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ પછીથી તેમને જવા દીધા હતાં. આ દાદર ચઠીને જ મંદિરના ગર્ભગૃહમાં જઇ શકાય છે.

આ પણ વાંચો:  મહિલાઓ માટે ખુલ્યાં સબરીમાલાનાં દ્વાર, પૂજારીએ કહ્યું, 'હું નિરાશ છું'કે. બી. વત્સલાએ સબરીમાલાના મુશ્કેલ રસ્તામાં વોટર સિસ્ટમ બનાવી હતી. તેમણે જ મંદિર પાસે આવેલી પંબા નદીને પણ સાફ કરાવી હતી. આ સાથે જ દુર્ગમ રસ્તા અને મંદિરની પાસે સાફ પીવાના પાણીની વ્યવસ્થા પણ કરી હતી.
First published: October 19, 2018, 1:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading