અયોધ્યા નિર્ણયની બેન્ચમાં સામેલ જસ્ટિસ નઝીરને Z કેટેગરીની સુરક્ષા મળશે

News18 Gujarati
Updated: November 17, 2019, 9:06 PM IST
અયોધ્યા નિર્ણયની બેન્ચમાં સામેલ જસ્ટિસ નઝીરને Z કેટેગરીની સુરક્ષા મળશે
અયોધ્યા નિર્ણયની બેન્ચમાં સામેલ જસ્ટિસ નઝીરને Z કેટેગરીની સુરક્ષા મળશે

આ નિર્ણય પોપુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની ધમકી પછી કરવામાં આવ્યો

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે (Central Government) સુપ્રીમ કોર્ટના (Supreme Court)જસ્ટિસ એસ અબ્દુલ નઝીર (Justice S Abdul Nazir) અને તેમના પરિવારને ઝેડ સિક્યોરિટી (Z plus security) આપવાનો નિર્ણય કર્યો છે. જસ્ટિસ નઝીર સુપ્રીમ કોર્ટની એ બેન્ચના સભ્ય હતા. જેમણે હાલમાં જ અયોધ્યાને લઈને નિર્ણય આપ્યો છે. તેમને સુરક્ષા આપવાનો નિર્ણય પોપુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (Popular front and India)ની ધમકી પછી કરવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયે (Ministry of Home affairs) સુરક્ષા એજન્સીઓ પાસેથી જસ્ટિસ નઝીરને પીએફઆઈ તરફથી ધમકીની ચેતાવણી મળ્યા પછી સીઆરપીએફ અને સ્થાનિય પોલીસને નિર્દેશ આપ્યો છે કે જસ્ટિસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારને સુરક્ષાને પ્રદાન કરે.

આ પણ વાંચો - વિશ્વના સૌથી અમીર વ્યક્તિએ કહ્યું - ભારતમાં ઝડપી આર્થિક ગ્રોથની ભરપૂર ક્ષમતા

સૂત્રોના હવાલાથી મળેલી જાણકારી પ્રમાણે સુરક્ષાબળ અને સ્થાનિક પોલીસે આ આદેશનો તત્કાળ પાલન કરતા જસ્ટિસ નઝીર અને તેના પરિવારને કર્ણાટક (Karnataka) અને દેશના અન્ય ભાગોમાં સુરક્ષા આપવા માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે.

જસ્ટિસ નઝીરને કર્ણાટક કોટાની સાથે ઝેડ સુરક્ષા તેમને બેંગલુરુ, મેંગલુરુ અને રાજ્યના અન્ય ભાગમાં આપવામાં આવશે. સાથે બેંગલુરુ અને મેંગલુરુમાં રહેલા તેમના પરિવારને પણ આ સુરક્ષા આપવામાં આવશે. ઝેડ સુરક્ષા કવરમાં પેરામિલિટ્રી અને પોલીસ એસ્કોર્ટના 22 જવાન હોય છે.

સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા રામ મંદિર મામલે નિર્ણય આપ્યો હતો. પાંચ જજોની સંવિધાન પીઠમાં જસ્ટિસ નઝીર પણ હતા. આ સિવાય તે એ બેન્ચના પણ સભ્ય રહ્યા છે જેમણે 2017માં ટ્રિપલ તલાકને અસંવૈધાનિક ગણાવ્યા હતા.
First published: November 17, 2019, 9:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading