Home /News /india /જસ્ટિસ ચેલમેશ્વરે CJIને લખ્યો પત્ર, જસ્ટિસ જોસેફના પ્રમોશન પર વિચાર કરવા કહ્યું

જસ્ટિસ ચેલમેશ્વરે CJIને લખ્યો પત્ર, જસ્ટિસ જોસેફના પ્રમોશન પર વિચાર કરવા કહ્યું

સુપ્રીમ કોર્ટના સૌથી સીનિયર જજ જસ્ટિસ જે ચેલામેશ્વરે ગુરુવારે સીજેઆઇને પત્ર લખી કોલેજીયમની મિટિંગ બોલાવવા અનુરોધ કર્યો હતો. ઉત્તરાખંડના હાલના મુખ્ય ન્યાયાધીશ કેએમ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રમોટ કરવા માટે તેમના નામ કેન્દ્રને ઝડપથી મોકલી આપવા માટે બેઠક બોલાવવાની અપીલ કરી હતી.

સરકારે 26 એપ્રિલે જસ્ટિસ કેએમ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રમોશન કરવાની કોલેજીયમની અરજીને ફરી વિચાર કરવા મોકલી આપી છે. સરકારે ત્યારે પણ કહ્યું હતું કે પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટના સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી અને સુપ્રીમ કોર્ટમાં કેરળનું પૂરતું પ્રતિનિધિત્વ છે જ્યાંથી તેઓ આવે છે, સરકારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રમોશન માટે તેમની વરિષ્ટતા પર પણ સવાલ ઉઠાવ્યા.

સુપ્રીમ કોર્ટના એક અધિકારીએ કહ્યું કે બુધવારે મોડી રાતે સીજેઆઇને મોકલવામાં આવેલા પત્રમાં જસ્ટિસ ચેલામેશ્વરે કહ્યું કે એક વખત ફરી જસ્ટિસ જોસેફને સુપ્રીમ કોર્ટમાં પ્રમોટ કરવાના પોતાના નિર્ણય પર ચર્ચા કરવાની જરૂર છે કારણ કે એ પરિસ્થિતિઓમાં કોઇ ફેરફાર આવ્યો નથી, જ્યારે 10 જાન્યુઆરીએ સરકાર પાસે તેમના નામની પ્રશંસા કરી હતી.

એ પણ સામે આવ્યું છે કે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જસ્ટિસ જોસેફના પ્રમોશનને લઇને જે વાંધો ઉઠાવ્યો હતો તેના ક્રમશ જવાબ જસ્ટિસ ચેલામેશ્વરે પોતાના પત્રમાં આપ્યા છે. જસ્ટિસ ચેલામેશ્વર 22 જુને સેવાનિવૃત થઇ રહ્યાં છે, કોલેજીયમની બેઠક બુધવારે યોજાનારા હતી, પરંતુ જસ્ટિસ ચેલામેશ્વર રજા પર હતા, સીજેઆઇ દિપક મિશ્રા અને જસ્ટિસ ચેલમેશ્વર સિવાય કોલેજીયમના અન્ય સભ્ય જસ્ટિસ રંજન ગોગોઇ, એમ બી લોકુર અને કુરિયન જોસેફ છે.

જસ્ટિસ કુરિયન જોસેફે ગત સપ્તાહે પોતાના કેરળ પ્રવાસ દરમિયાન કથિત રીતે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઉત્તરાખંડ હાઇકોર્ટના મુખ્ય જજના મુદ્દા પર કોલેજીયમની પ્રશંસા પર ભાર મૂકવાના પક્ષમાં છ, કોલેજીયમની બેઠક ક્યારે મળશે તેને લઇને હાલ કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
First published:

Tags: CJI