ચિદમ્બરમ 17 ઑક્ટોબર સુધી તિહાડ જેલમાં રહેશે, ઘરેથી ખાવાનું મંગાવી શકશે

News18 Gujarati
Updated: October 3, 2019, 5:08 PM IST
ચિદમ્બરમ 17 ઑક્ટોબર સુધી તિહાડ જેલમાં રહેશે, ઘરેથી ખાવાનું મંગાવી શકશે
પ્રતિકાત્મક તસવીર

દિલ્હીની એક કોર્ટે પી ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 17 ઑક્ટોબર સુધી વધારી

  • Share this:
પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમ (P Chidambaram)ની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. દિલ્હીની એક કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 17 ઑક્ટોબર સુધી વધારી દીધી છે. ચિદમ્બરમ હાલના સમયે તિહાડ જેલમાં બંધ છે. આ પહેલા ચિદમ્બરમે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. ચિદમ્બરમની જામીન અરજી પર ચીફ જસ્ટિસે (CJI) કહ્યું હતું કે તે અન્ય કેસ સાંભળ્યા પછી આ વિશે નિર્ણય કરશે.

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા પણ દિલ્હી હાઇકોર્ટ તરફથી પી ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે આ પાછળ એ વાતનો આધાર બતાવ્યો હતો કે તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.

ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી તો વધી ગઈ પણ તેમને ઘરેથી ખાવાનું મંગાવવા માટેની મંજૂરી મળી ગઈ છે. તિહાડ જેલમાં બંધ ચિદમ્બરમે ઘરેથી ખાવાનું લાવવાની અપીલને માની લીધી છે. સીબીઆઈએ કહ્યું હતું કે ચિદમ્બરમને ઘરેથી ખાવાનું મંગાવવા પર તેમને કોઈ વાંધો નથી. આ પછી કોર્ટે મંજૂરી આપી હતી.

આ પણ વાંચો - દિલ્હીમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું, જૈશના 4 આતંકવાદી ઘૂસ્યાની આશંકા

કોર્ટે પી ચિદમ્બરમને મળવા આવેલા લોકોને કોર્ટે રુમમાં મળવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન તમિલનાડુથી આવેલા એક બિશપે (ફાધર) ચિદમ્બરમને એક બુક ભેટ આપી હતી. બુકનું શીર્ષક Christian Contribution to Nation Building હતું.

ચિદમ્બરમની સીબીઆઈએ 21 ઑગસ્ટે ધરપકડ કરી હતી. સીબીઆઈ અને ઇડીએ આઈએનએક્સ મીડિયાની પ્રમોટર ઇન્દ્રાણી મુખરજી અને તેના પતિ પીટર મુખરજીના નિવેદનના આધારે ચિદમ્બરમની ધરપકડ કરી હતી.
First published: October 3, 2019, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading