UP તંત્રનું ફરમાન - પત્રકારે હવે Whatsapp ગ્રુપની કરાવવી પડશે નોંધણી

ઉત્તર પ્રદેશની યોગી સરકારે મીડિયા પર લગામ લગાવવા માટે હવે વ્હોટ્સએપ ગ્રુપ પર અંકુશ લગાવવાનું શરૂ કરી દીધું છે.

ઉત્તર પ્રદેશની યોગી સરકારે મીડિયા પર લગામ લગાવવા માટે હવે વ્હોટ્સએપ ગ્રુપ પર અંકુશ લગાવવાનું શરૂ કરી દીધું છે.

  • Share this:
ઉત્તર પ્રદેશની યોગી સરકારે મીડિયા પર લગામ લગાવવા માટે હવે વ્હોટ્સએપ ગ્રુપ પર અંકુશ લગાવવાનું શરૂ કરી દીધું છે. લલિતપુર જિલ્લા તંત્રએ એક અજીબોગરીબ ફરમાન જાહેર કરતા કહ્યું છે કે પત્રકારો નોંધણી વગર મીડિયા વ્હોટ્સએપ ગ્રુપનું સંચાલન નહીં કરી શકે. જિલ્લા તંત્રએ આદેશ જાહેર કરતા કહ્યું છે કે જિલ્લામાં પત્રકાર દરેક મીડિયા વ્હોટ્સએપ ગ્રુપને સૂચના વિભાગની સાથે નોંધણી કરાવે નહીં તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ ફરમાનને જિલ્લાધિકારી માનવેન્દ્ર સિંહ અને પોલીસ કેપ્ટન ડો. ઓપી સિંહે લિખિતમાં જાહેર કર્યું છે. આમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લાનો કોઇપણ પત્રકાર સૂચના વિભાગમાં નોંધણી કરાવ્યાં વગર મીડિયા વ્હોટ્સએપ ગ્રુપનું સંચાલન નહીં કરી શકે.

લેખિત આદેશ પ્રમાણે, 'ગ્રુપ એડમિનને ગ્રુપમાં જોડાયેલ દરેક સભ્યોની જાણકારી આપવી પડશે. સાથે જ ગ્રુપ એડમિનને આધાર કાર્ડની કોપી, ફોટો અને અન્ય જાણકારીઓ આપવાની હશે. આ આદેશ દરેક મીડિયા સાથે જોડાયેલ વેબસાઇટ પર પણ લાગૂ થશે.' તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ગ્રુપમાં આપત્તિજનક કે અપમાનિત કરનારી પોસ્ટને શેર કરવા માટે એડમિન જવાબદાર માનવામાં આવશે.
First published: