JNUએ રદ કરી સુબ્રમણ્યમ સ્વામીની 'અયોધ્યામાં રામ મંદિર' પરની ચર્ચા, થયા નારાજ

JNUએ રદ કરી સુબ્રમણ્યમ સ્વામીની 'અયોધ્યામાં રામ મંદિર' પરની ચર્ચા, થયા નારાજ

  • Share this:

    જવાહર લાલ નહેરૂ વિશ્વવિદ્યાલયમાં અયોધ્યામાં રામ મંદિર કેમ?... આ મુદ્દા પર ચર્ચાનો કાર્યક્રમનો આયોજન કર્યો હતો. આ કાર્યક્રમમાં ડો. સુબ્રમણ્યમ સ્વામી ભાગ લેવાના હતા. બાબરી મસ્જિદ વિધ્વંસની 25મી વરસીને લઈને આ આયોજીત કરેલા કાર્યક્રમને રદ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બુધવાર રાત્રે કોએના હોસ્ટેલમાં 9.30 વાગે રાખવામાં આવ્યો હતો.


    તમને જણાવી દઈએ કે, આ કાર્યક્રમ રદ્દ કરી દેવાના કારણે સુબ્રમણ્યમ સ્વામી નિવેદન આપ્યો છે કે, મે જેએનયુમાં લેક્ચર આપવા માટે કોઈ આવેદન કર્યુ નહતું. સ્વામીએ કહ્યું કે, મારા લેક્ચરને કેમ રદ્દ કરવામાં આવ્યો તેનો જવાબ તે લોકો જ આપશે. કાર્યક્રમ રદ થઈ જવાના કારણે નારાજગી વ્યક્ત કરતાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, ડાબોડી લોકો આપણને અસહિષ્ણુતાનો પાઠ ભણાવે છે, હવે તેમને જવાબ આપવો જોઈએ.


    Published by:News18 Gujarati
    First published:December 06, 2017, 15:26 pm

    ટૉપ ન્યૂઝ