દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટી (JNU)ના છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત 10 છાત્રો સામે દેશદ્રોહના મામલામાં દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુમીત આનંદના કોર્ટમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે જેએનયુ પરિસરમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે ભારત વિરોધી નારા લગાવવાના મામલે આ ચાર્જશીટ દાખલ કરી છે. આ કાર્યક્રમ સંસદ હુમલા મામલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરુની ફાસીની વરસી પર 9 ફેબ્રુઆરી 2016ના રોજ આયોજીત કરવામાં આવ્યો હતો.
આરોપપત્રમાં સીસીટીવીના ફુટેજ, મોબાઈલ ફોનના ફુટેજ અને દસ્તાવેજી પ્રમાણ પણ છે. પોલીસનો આરોપ છે કે કન્હૈયા કુમારે ભીડને ભારત વિરોધી નારા લગાવવા માટે ઉશ્કેર્યા હતા.
મામલામાં કાશ્મીરી છાત્ર આકિબ હુસૈન, મુજીબ હુસૈન, મુનીબ હુસૈન, ઉમર ગુલ, રઈસા બસુલ, બશીર ભટ અને બશરત સામે પણ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું છે. આ બધા કાશ્મીરી છાત્રોની પુછપરછ કરવામાં આવી ચૂકી છે પણ તેને ધરપકડ વગરની ચાર્જશીટ કરવામાં આવી છે. તેમની સામે ચાર્જશીટમાં 124A (દેશદ્રોહ), 232, 465, 471, 143, 149, 120B જેવી કલમો લગાવવામાં આવી છે.
આ ચાર્જશીટની કોલમ 12માં 36 આરોપી છે, જેની ઉપર કોર્ટ નક્કી કરશે કે તેમને આરોપી બનાવવાના છે કે નહીં. આ 36 સામે પોલીસને સીધી સાબિતી મળી નથી.
પોલીસ સુત્રોએ જણાવ્યું છે કે આરોપપત્રની કોલમ 12માં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી(સીપીઆઈ)ના નેતા ડી રાજાની પુત્રી અપરાજિતા, જેએનયુએસયુની તત્કાલિન ઉપાધ્યક્ષ શહલા રાશિદ, રામ નાગા, આશુતોષ કુમાર અને બનોજ્યોત્સના લાહિર સહિત ઓછામાં ઓછા 36 લોકોના નામે છે, કારણ કે આ લોકો પુરતી સાબિતી નથી.
ઉલ્લેખનીય છે કે સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરુને ફાસી પર લટકાવવાના વિરોધમાં 2016માં જેએનયુ કેમ્પસમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભારત વિરોધી નારા લાગ્યા હોવાનો આરોપ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર