JNU કેસ: કનૈયા કુમારની વિરુદ્ધની ચાર્જશીટનો કોર્ટે અસ્વીકાર કર્ચો, જાણો શું કહ્યું કોર્ટે?

News18 Gujarati
Updated: January 19, 2019, 3:05 PM IST
JNU કેસ: કનૈયા કુમારની વિરુદ્ધની ચાર્જશીટનો કોર્ટે અસ્વીકાર કર્ચો, જાણો શું કહ્યું કોર્ટે?
કનૈયા કુમાર ફાઇલ તસવીર

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ કનૈયા કુમાર સહિત અન્ય લોકો પર નોંધાયેલા દેશદ્રોહના કેસની સુનાવણી કરતા કોર્ટે કહ્યુ, સરકારની મંજુરી વગર ચાર્જશીટ કેવી રીતે દાખલ કરી દીધી?

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: દેશની ચર્ચિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર સહિત 10 વિદ્યાર્થીઓ વિરુદ્ધના કથિત દેશદ્રોહના કેસમાં દિલ્હીની અદાલતે પોલીસને ઠપકો આપ્યો છે.
કોર્ટે દિલ્હી સરકારની મંજુરી વગર ફાઇલ કરાયેલી ચાર્જશીટ અંગે પોલીસ સામે પ્રશ્નાર્થ કર્યો હતો.

આ કેસની સુનાવણી કરતા કોર્ટે કહ્યું, 'તમારી પાસે કાયદાકીય વિભાગની પરવાનગી નથી. તમે સરકારની પરવાનગી વગર કેવી રીતે ચાર્જશીટ દાખલ કરી દીધી. ' અદાલતના આ સવાલ સામે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આગામી 10 દિવસમાં દિલ્હી સરકાર પાસેથી ચાર્જશીટ માટે મંજુરી મળી જશે.

હકીકતે દેશદ્રોહના કેસમાં CRPCની સેક્શન 196 અંતર્ગત જ્યાં સુધી સરકાર પરવાનગી આપે નહીં ત્યા સુધી કોર્ટ ચાર્જશીટ પર નિર્ણય નથી લેતી.
હકીકતે દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં જે.એન.યુ. વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર અને અન્યની વિરુદ્ધ 1200 પન્નાનું આરોપનામું દાખલ કરતા જણાવ્યું હતું કે તેઓ યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલા કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા હતા.

તેમના પર યુનિવર્સિટી કેમ્પસમાં દેશ વિરોધી નારાનું સમર્થન કરવાનો આક્ષેપ ફેબ્રુઆરી 2016માં લાગ્યો હતો.પોલીસે કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે જે.એન.યુ. વિદ્યાર્થી સંઘના પૂર્વના નેતા કનૈયા કુમારે સરકારની વિરુદ્ધ નફરત અને અસંતોષ ભડકાવવા માટે વર્ષ 2016માં દેશ વિરોધી નારા લગાવ્યા હતા.
Loading...

પોલીસે ચાર્જશીટમાં મૂકલેા અનેક સાક્ષીઓના નિવેદનોને ટાંકતા જણાવ્યું હતું કે નવ ફેબ્રુઆરી 2016ના રોજ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રદર્શનકારીઓ સાથે હતા અને મોટી સંખ્યામાં અજાણ્યા લોકો નારેબાજી કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સંસદના હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરુને આપવામાં આવેલી ફાંસીની વરસી પર કેમ્પસમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ મુજબ, સાક્ષીઓએ એવું પણ કહ્યું હતું કે કનૈયા કુમાર ઘટના સ્થળે ઉપસ્થિત હતા, જ્યાં પ્રદર્શનકારીઓના હાથમાં અફઝલના પોસ્ટર હતા.

તપાસ એજન્સી દ્વારા જેમના નિવેદનોનો લેવામાં આવ્યા છે, તેમાં જે.એન.યુ.ની ઉચ્ચસ્તરીય સમિતી, જે.એન.યુના કુલસચિવ ભુપિંદર જુત્સીનું નિવેદન અને મોબાઇલ ફોન રેકોર્ડિંગ (જેમાં કનૈયા કુમારને કાર્યક્રમ રદ્દ થવા બાબતે દલીલ કરતો સાંભળવા મળે છે.) તેનો સમાવેશ થાય છે. જેમાં જણાવાયું છે કે કનૈયાએ જુત્સીએ જણાવ્યું હતું કે અમે વગર પરવાનગીએ કાર્યક્રમ પણ કરીશુ.

પોલીસે જે.એન.યુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્યના વિશે કહ્યું કે તેમણે બંનેએ ભારત વિરોધી નારા લગાવ્યા હતા. ચાર્જશીટમાં નોંધાયું છે કે વીડિયોમાં ઉમર ખાલિદ નારા લગાડતા જોવા મળે છે, જેનાથી તેની હાજરીની સાબિતી મળે છે.

બંનેના મોબાઇલ ફોનના લોકેશનનો ઉપયોગ પણ પુરાવા તરીકે કરાયો છે. જ્યારે રામા નાગા વિશે ચાર્જશીટમાં નોંધાયું છે કે તેણે આરએસએસ વિરુદ્ધ ભાષણ આપ્યું હતું.

આ કેસમાં ત્રણ વર્ષ બાદ ચાર્જશીટ દાખલ કરવાના લીધે ટીકાઓનો સામનો કરી રહેલી દિલ્હી પોલીસે કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓમાં તપાસ પુરી કરવામાં સમય લાગે છે, કારણ કે આ ઘટનાના સંદર્ભમાં દેશ વ્યાપી તપાસ કરવામાં આવી હતી અને અનેક રેકોર્ડ અને પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
First published: January 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...