‘જે 370ના સમર્થક, ચૂંટણીમાં લોકો તેમને બૂટથી મારશે’

News18 Gujarati
Updated: August 28, 2019, 11:23 PM IST
‘જે 370ના સમર્થક, ચૂંટણીમાં લોકો તેમને બૂટથી મારશે’
‘જે 370ના સમર્થક, ચૂંટણીમાં લોકો તેમને બૂટથી મારશે’

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

  • Share this:
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ગર્વનરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. સત્યપાલ મલિકે કહ્યું હતું કે હું તેના પર વધારે કશું કહેવા માંગતો નથી કારણ કે તે એક પ્રતિષ્ઠિત પરિવારના પુત્ર છે પણ રાહુલ ગાંધીએ રાજનીતિક રીતે બાળક જેવો વ્યવહાર કર્યો છે. જેના કારણે આજે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન ચિઠ્ઠીમાં તેનું નિવેદન છે. આવું કરવું જોઈએ નહીં.

સત્યપાલ મલિકે કહ્યું હતું કે જો તેમણે બોલવું ત્યારે જોઈતું હતું જ્યારે સંસદના ફ્લોર પર તેમની પાર્ટીના લીડર કાશ્મીરના સવાલને યૂએન સાથે જોડીને કહી રહ્યા હતા. જો તે લીડર હોત તો તેને બેસાડી દેત અને પોતે ઉભા થઈને કહેત કે અમારો કાશ્મીર ઉપર આવો સ્ટેન્ડ છે. આજ સુધી સ્ટેન્ડ ક્લિયર કર્યો નથી. જે સમયે દેશમાં ચૂંટણી આવશે તેના વિરોધીને કશું કહેવાની જરુર નથી, બસ એટલું કહી દેશે કે 370ના સમર્થક છે તો લોકો જુતાથી મારશે.

આ પણ વાંચો - કેબિનેટ બેઠકમાં નિર્ણય, દેશમાં નવી 75 મેડિકલ કોલેજ બનાવાશે

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં એક ચિઠ્ઠી લખી છે, જેમાં રાહુલ ગાંધીના નિવેદનનો હવાલો આપવામાં આવ્યો છે. આ પછી કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે. આ ઘટના પછી રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે.
First published: August 28, 2019
વધુ વાંચો
अगली ख़बर