Home /News /india /જમ્મુ કાશ્મીર : પોલીસ જવાનની અપહરણ પછી હત્યા, એક મહિનામાં ત્રીજી ઘટના

જમ્મુ કાશ્મીર : પોલીસ જવાનની અપહરણ પછી હત્યા, એક મહિનામાં ત્રીજી ઘટના

પોલીસ કોન્સ્ટેબલ સલીમ શાહ.

    જમ્મુ કાશ્મીરના પોલીસ કોન્સ્ટેબલની આતંકવાદીઓએ હત્યા કરી નાખી છે. આતંકવાદીઓએ કુલગામ જિલ્લામાં તેના ઘરેથી પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ કર્યું હતું. આ પછી તેની લાશ મળી આવી હતી. પોલીસના એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ સલીમ શાહનું અપહરણ આતંકવાદીઓએ શુક્રવારે રાત્રે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં મુતાલહામાં વિસ્તારમાં તેના ઘરેથી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ સંબંધમાં મામલો નોધવામાં આવ્યો છે અને કોન્સ્ટેબલની હત્યા કરનાર આતંકવાદીઓને ઝડપવા ટીમો કામે લાગી છે.

    સલીમ પહેલા એસપીઓ હતો અને હાલમાં જ તેનું પ્રમોશન થયું હતું. કઠુઆમાં તેની ટ્રેનિંગ ચાલી રહી હતી અને તે રજાઓ પર ઘરે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં આ ત્રીજો સુરક્ષાકર્મી છે જેની આતંકવાદીઓએ અપહરણ કર્યા પછી હત્યા કરી દીધી છે. લગભગ એક મહિના પહેલા સેનાના જવાન ઔરંગઝેબની ઇદ પહેલા અપહરણ કરી હત્યા કરી દેવામાં આવી હતી. આ પછી થોડાક દિવસો બાદ પોલીસ કર્મી જાવીદ અહમદ ડારની શોપિયામાં તેના ઘર પાસેથી અપહરણ કરીને હત્યા કરી દીધી હતી.

    આ ઘટનાઓ પછી પોલીસ જવાનોને પોતાના ઘરે જવાથી બચવાની સલાહ આપી છે. આ સલાહ વિશેષ રૂપથી દક્ષિણ કાશ્મીરના પોલીસકર્મીઓને આપવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Kulgam, Militants

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन