મુંબઈમાં મેવાણી અને ખાલિદના કાર્યક્રમને પોલીસે ન આપી મંજૂરી

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 4, 2018, 2:18 PM IST
મુંબઈમાં મેવાણી અને ખાલિદના કાર્યક્રમને પોલીસે ન આપી મંજૂરી
ઉમર ખાલિદ અને જિગ્નેશ મેવાણી

મુંબઈના વિલે પારલેના ભાઈદાસ હોલખાતે આજે દલિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • Share this:
મુંબઈઃ દલિતોના બંધ અને ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલી હિંસાને પગલે મુંબઈમાં જિગ્નેશ મેવાણી અને જેએનયૂના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદના એક કાર્યક્રમને મંજૂરી મુંબઈ પોલીસે મંજૂરી નથી આપી.

મેવાણી અને ખાલિદ સામે મુંબઈમાં એફઆઈઆર

પુણે બાદ હવે મુંબઈ પોલીસે પણ જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે આઈપીસીની કલમ 153(એ), 505, 117 પ્રમાણે ફરિયાદ દાખલ કરી છે. એટલું જ નહીં પોલીસે કાર્યક્રમ સ્થળેથી અમુક સ્ટુડન્ટ્સની અટકાયત પણ કરી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે અહીં કલમ 149 લગાડી દીધી છે. પોલીસે કાર્યક્રમ રદ કર્યા બાદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા.

વિલે પારલે ખાતે મીઠીબાઈ કોલેજ ખાતે 'ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ' સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકોએ દાવા કર્યો છે કે તેમણે કાર્યક્રમ માટે પહેલથી મંજૂરી લીધી હતી.

મળી રહેલી માહિતી પ્રમાણે ગઇકાલના બંધ અને દલિત આંદોલનને કારણે કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી.

પુણેમાં મેવાણી અને ખાલિદ સામે ફરિયાદપુણેના ભીમા કોરેગાંવ ખાતે એક કાર્યક્રમ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
First published: January 4, 2018, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading