ઝારખંડમાં 30 નવેમ્બરથી પાંચ તબક્કામાં મતદાન, 23 ડિસેમ્બરે મતગણતરી

News18 Gujarati
Updated: November 1, 2019, 5:34 PM IST
ઝારખંડમાં 30 નવેમ્બરથી પાંચ તબક્કામાં મતદાન, 23 ડિસેમ્બરે મતગણતરી
ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ

  • Share this:
રાંચી : ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand Assembly Election)ની જાહેરાત થઈ ગઈ છે. પાંચ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 30 નવેમ્બરે વોટિંગ થશે. જ્યારે બીજા તબક્કામાં 7 ડિસેમ્બરે, ત્રીજા તબક્કામાં 12 ડિસેમ્બરે, ચોથા તબક્કામાં 16 ડિસેમ્બરે અને પાંચમાં તબક્કામાં 20 ડિસેમ્બરે વોટિંગ થશે. 23 ડિસેમ્બરે મતગણતરી થશે. ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

પ્રથમ તબક્કામાં 13 સીટો પર ચૂંટણી થશે. બીજા તબક્કામાં 20, ત્રીજા તબક્કામાં 17, ચોથા તબક્કામાં 15 અને પાંચમાં તબક્કામાં 16 સીટો પર ચૂંટણી થશે. પ્રથમ તબક્કા માટે 6 થી 16 નવેમ્બર સુધી નામાંકન થશે. બીજા તબક્કામાં 11 થી 21 નવેમ્બર સુધી, ત્રીજા તબક્કામાં 16 થી 28 નવેમ્બર સુધી, ચોથા તબક્કામાં 20 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી નામાંકન થશે.

આ પણ વાંચો - મંત્રીના સ્વાગતમાં ફાયર બ્રિગેડના પાણીથી રસ્તાઓ ધોવાયા!વર્તમાન ઝારખંડ વિધાનસભાની ટર્મ 5 જાન્યુઆરી 2020ના રોજ ખતમ થઈ રહી છે. રાજ્યમાં કુલ 81 સીટો છે. જેમાં 9 એસસી માટે આરક્ષિત છે. રાજ્યમાં 2.65 કરોડ મતદાતા છે. ચૂંટણી પંચની ટીમ 17 અને 18 ઑક્ટોબરે રાંચી આવી હતી અને તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. રાજ્યમાં 24માંથી 19 જિલ્લા નક્સલ પ્રભાવિત છે. 13 અતિનક્સલ પ્રભાવિત જીલ્લા છે.

ઝારખંડમાં કુલ 81 સીટો પર વિધાનસભાની ચૂંટણી થશે. સરકાર બનાવવા માટે 41 ધારાસભ્યોની જરુર હોય છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને 37 સીટો મળી હતી. જ્યારે આજસુને 5 સીટો મળી હતી. આ પછી ઝારખંડ વિકાસ મોરચા (જેવીએમ)ના 6 ધારાસભ્યો બીજેપીમાં સામેલ થયા હતા. કૉંગ્રેસને 6 સીટો મળી હતી.
First published: November 1, 2019, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading