VIDEO: બીજેપીની 'મહારાણી'એ વિધવા ફરિયાદીને મારી થપ્પડ

મહારાણીએ વિધવા મહિલાનેો થપ્પડ મારી, ત્યારબાદ કર્મચારીઓએ તેને કાર્યલયની બહાર નીકાળી દીધી...

મહારાણીએ વિધવા મહિલાનેો થપ્પડ મારી, ત્યારબાદ કર્મચારીઓએ તેને કાર્યલયની બહાર નીકાળી દીધી...

  • Share this:
    હમીરપુર જીલ્લામાં સરીલા સ્ટેટની મહારાણી અને બીજેપીની નગર પંચાયતની અધ્યક્ષની દાદાગીરીનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં રાણી શૈફાલી સિંહ એક મહિલા સાથે દાદાગીરી કરતી જોવા મળી રહી છે. રાણી પહેલા મહિલાને શાંત કરાવવાની કોશિસ કરે છે, બાદમાં થપ્પડ મારી દે છે.

    વિધવા મહિલા ફરિયાદી પોતાના પતિ દ્વારા ખરીદેલ મકાનમાં પોતાનું નામ ઉમેરાવા ગઈ, પરંતુ અધિકારીઓએ તે મકાન પર બીજાનું નામ ચાલે છે તેમ કહી રવાના કરી. જેની ફરિયાદ લઈ તે મહારાણી પાસે ગઈ. અહીં વાતનું વતેસર થયું અને મામલો ગરમ થઈ ગયો. તો મહારાણીએ વિધવા મહિલાનેો થપ્પડ મારી, ત્યારબાદ કર્મચારીઓએ તેને કાર્યલયની બહાર નીકાળી દીધી. આ મહિલાએ પણ ચેરમેનને મારવા માટે ચપ્પલ નીકાળી દીધી હતી.

    Published by:kiran mehta
    First published: