હું અમર સિંહને રાખડી બાંધી દઉં તો પણ લોકો વાતો કરવી બંધ કરશે નહીંઃ જયા પ્રદા

હું અમર સિંહને રાખડી બાંધી દઉં તો પણ લોકો વાતો કરવી બંધ કરશે નહીંઃ જયા પ્રદા

જયાપ્રદાએ અમર સિંહ સાથે પોતાના સંબંધો વિશે નકારાત્મક વાતો કરવા પર કહ્યું હતું કે મારા જીવનમાં ઘણા લોકોએ મારી મદદ કરી છે અને અમર સિંહ જી મારા ગોડફાધર છે

 • Share this:
  અભિનેત્રીમાંથી નેતા બનેલી જયપ્રદાએ કહ્યું હતું કે તે અમર સિંહને પોતાના ગોડફાધર માને છે. જોકે હું તેમને રાખડી બાંધી દઉં તો પણ લોકો તેમના વિશે વાત કરવાનું બંધ કરશે નહીં. જયાપ્રદાએ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રામપુરથી ધારાસભ્ય રહેલા આઝમ ખાન પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે આઝમે તેની ઉપર તેજાબથી હુમલો કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. રામપુર લોકસભાની પૂર્વ સદસ્ય જયાપ્રદાએ એસપીમાંથી બહાર કર્યા પછી અમર સિંહ સાથે રાષ્ટ્રીય લોક મંચ પાર્ટી બનાવી હતી.

  જયાપ્રદાએ અમર સિંહ સાથે પોતાના સંબંધો વિશે નકારાત્મક વાતો કરવા પર કહ્યું હતું કે મારા જીવનમાં ઘણા લોકોએ મારી મદદ કરી છે અને અમર સિંહ જી મારા ગોડફાધર છે. જયા પ્રદાએ મુંબઈના ક્કિંસલાઇન લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન આ વાત કરી હતી.

  આ પણ વાંચો - ગેંગસ્ટર રવિ પૂજારીની ધરપકડ, ગુજરાતમાંથી કરોડો રૂપિયાની ખંડણી વસૂલી

  જયા પ્રદાએ દાવો કર્યો છે કે જે પરિસ્થિતિમાં હું એક મહિલા તરીકે આઝમ ખાન સામે ચૂંટણી લડી રહી હતી તે સમયે મારી ઉપર તેજાબથી હુમલો કર્યો હતો. મારા જીવને ખતરો હતો. જ્યારે હું ઘરની બહાર જતી હતી તો પોતાની માતાને એ પણ બતાવી શકતી ન હતી કે હું જીવતી પરત ફરીશ કે નહીં. મારું સમર્થન કરવા કોઈ નેતા આવ્યા ન હતા. મુલાયમ સિંહ જીએ મને એક વખત પણ ફોન કર્યો ન હતો.

  જયા પ્રદાએ કહ્યું હતું કે આવા સમયે અમર સિંહ જીએ મારી મદદ કરી હતી અને મારું સમર્થન કર્યું હતું. હું તેમને રાખડી બાંધી દઉં તો પણ લોકો વાત કરવાનું બંધ કરી દેશે? લોકો શું કહે છે મને તેની ચિંતા નથી.
  Published by:Ashish Goyal
  First published: