બેવફાઈની આશંકામાં જવાને પત્નીને પ્રાઇવેટ પાર્ટમાં શોક આપીને મારી નાખી

બેવફાઈની આશંકામાં જવાને પત્નીને પ્રાઇવેટ પાર્ટમાં શોક આપીને મારી નાખી
પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  રાયપુરઃ છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ (CAF)ના એક જવાને પોતાની પત્નીને તેના પ્રાઇવેટ પાર્ટીમાં શૉક આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જવાનને આશંકા હતી કે તેની પત્ની તેની સાથે બેવફાઈ કરી રહી છે. છત્તીસગઢના બલોદાબાઝાર-ભટાપરા જિલ્લામાં આ સનસની બનાવ બન્યો હતો.

  આ અંગે આસિસ્ટન્ટ સબ-ઇન્સપેક્ટર પારસ રામ જગતે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "લક્ષ્મી જ્યારે બાથરૂમમાં કપડાં ધોઈ રહી હતી ત્યારે તેનો પતિ સુરેશ મીરી આવી પહોંચ્યો હતો અને તેને ફટકારવા લાગ્યો હતો. માર મારવાથી તેણી બેભાન થઈ ગઈ હતી. બાદમાં સુરેશે વીજળીના જીવતા વાયરથી લક્ષ્મીના પ્રાઇવેટ પાર્ટમાં શૉક આપ્યો હતો, જેના કારણે તેણીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું."  સુરેશ મીરી દાંતેવાડા ખાતે આવેલી સીએએફની છઠ્ઠી બટાલિયનમાં કૂક તરીકે ફરજ બજાવે છે. પોલીસ તપાસમાં સુરેશ તેની પત્ની લક્ષ્મીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. સુરેશને આશંકા હતી કે તેની પત્નીના લગ્નેત્તર સંબંધો છે.

  પત્નીની હત્યા બાદ સુરેશે તેના સાસરિયાને ફોન કરીને પત્ની બીમાર હોવાનું જણાવ્યું હતું. બાદમાં તે એક વાહન ભાડે કરીને પત્નીના મૃતદેહને તેના વતન મુંગેલી જિલ્લાના ખરજી ગામ ખાતે લઈ ગયો હતો. બાદમાં સુરેશે લક્ષ્મીના માતાપિતાને એવું કહ્યું હતું કે બીમારીને કારણે તેનું મોત થઈ ગયું છે. જોકે, લક્ષ્મીની બોડી જોયા બાદ શંકા જતા તેના માતાપિતાએ પોલીસને જાણ કરી હતી.

  પોલીસના જણાવ્યા પ્રમાણે લક્ષ્મી અને સુરેશ ભટાપરા જિલ્લા ખાતે આવેલી હાઉસિંગ બોર્ડ કોલોનીમાં પોતાના બે સંતાનો સાથે રહેતા હતા. બુધવારે બપોર પછી બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બનાવ બાદ પોલીસે 33 વર્ષીય સુરેશ મીરીની 27 વર્ષીય પત્નીની હત્યાના ગુનામાં ધરપકડ કરી લીધી હતી.
  First published:July 19, 2018, 09:47 am

  टॉप स्टोरीज