Home /News /india /

જમ્મુમાં ગ્રેનેડ હુમલામાં આવ્યું હિઝબુલ મુજાહિદ્દિનનું નામ, આવી રીતે રચ્યું ષડયંત્ર

જમ્મુમાં ગ્રેનેડ હુમલામાં આવ્યું હિઝબુલ મુજાહિદ્દિનનું નામ, આવી રીતે રચ્યું ષડયંત્ર

જમ્મુમાં ગ્રેનેડ હુમલામાં આવ્યું હિઝબુલ મુજાહિદ્દિનનું નામ, આવી રીતે રચ્યું ષડયંત્ર

જમ્મુના બસ સ્ટેશન પર થયેલા ગ્રેનેડ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 30થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે

    જમ્મુમાં બસ સ્ટેશન ઉપર ગ્રેનેડ હુમલો હિઝબુલ મુજાહિદ્દિને કર્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસે આ વાતની પૃષ્ટિ કરી છે. પોલીસના મતે યાસિર ભટ્ટને કુલગામમાં હિઝબુલ મુજાહિદ્દનના જિલ્લા કમાન્ડર ફારુક અહમદ ભટ્ટ ઉર્ફે ઉમર દ્વારા આ ગ્રેનડને ફેકવાનું કામ સોપવામાં આવ્યું હતું. જેની  પોલીસે ધરપકડ કરી છે તેણે પોતાના ગુનો કબુલી લીધો છે.

    જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે જમ્મુમાં બસ સ્ટેન્ડ ઉપર ફેકવામાં આવેલ ગ્રેનેડ હુમલાની ટિકા કરી હતી. તેમણે મૃતકના પરિજનોને 5 લાખ રુપિયા અને ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 20, 000 રુપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.

    આ પણ વાંચો - સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને મોટી સફળતા, આતંકી હાફિજ સઈદની અરજી ફગાવી: સૂત્ર

    જમ્મુના બસ સ્ટેશન પર થયેલા ગ્રેનેડ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 30થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગ્રેનેડ બ્લાસ્ટ પછી બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે અજીક ડોભાલ સાથે વાતચીત કરી હતી. બ્રિટનના NSA એ અજીત ડોભાલને આતંક સામેની લડાઈમાં સાથે ઉભો રહેવાનો વિશ્વાસ આપ્યો હતો.

    જમ્મુ બસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી આતંકવાદીઓના નિશાના પર છે. છેલ્લા દસ મહિનાની અંદર આ ત્રીજો મોટો ધમાકો બસ સ્ટેશન પાસે થયો છે. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા હુમલા પછી જમ્મુમાં એલર્ટ જારી હતું. જમ્મુના ભીડવાળા વિસ્તારોમાં ઘણી સુરક્ષા હતી, આમ છતા બસ સ્ટેશન પર ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: જમ્મુ

    આગામી સમાચાર