Home /News /india /

J&K: 13 વર્ષ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ

J&K: 13 વર્ષ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ

જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલા ચરણનું મતદાન આજે શરૂ થઇ ગયું છે.

પ્રદેશમાં 13 વર્ષ પછી આ ચૂંટણી થઇ રહી છે. આજે કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. ઘાટીના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટની સ્પીડ 4Gથી ઘટાડીને 2G કરી દેવામાં આવી છે.

    જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલા ચરણનું મતદાન આજે શરૂ થઇ ગયું છે. પ્રદેશમાં 13 વર્ષ પછી આ ચૂંટણી થઇ રહી છે. આજે કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. ઘાટીના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટની સ્પીડ 4Gથી ઘટાડીને 2G કરી દેવામાં આવી છે.

    ચાર તબક્કામાં થનારી ચૂંટણીમાં આજે 16 નિગમમાં મતદાન થશે. પહેલા ચરણમાં આશરે એક ડઝન જિલ્લામાં 422 વોર્ડમાં મતદાન થઇ રહ્યું છે.

    પહેલા ચરણમાં 1283 ઉમેદવાર મેદાનમાં છે. પહેલા ચરણમાં જમ્મુના 247 વોર્ડ, કાશ્મીરમાં 149 અને લદ્દાખના 26 વોર્ડમાં ચૂંટણી થઇ રહી છે.

    આ એકમોમાં ચૂંટણી થઇ રહી છે પરંતુ લોકોમાં આ અંગે જાણકારી વધારે નથી. મહત્તમ લોકો પોતાના ઉમેદવારોને પણ ઓળખતા નથી અને મતદાનની તારીખની પણ જાણ નથી તેવી ફરિયાદો ઉઠી હતી. શ્રીનગર નિવાસી સુહૈબ એહમદે જણાવ્યું કે તેમના વોર્ડના લોકો નથી જાણતા કે આ વખતે તેમના ઉમેદવારો કોણ કોણ છે.

    પીડીપી અને એનસી કર્યો ચૂંટણીનો બહિષ્કાર

    બીજી તરફ મુખ્ય પ્રાદેશિક પક્ષ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને નેશનલ કોન્ફરન્સ (એનસી)એ યુએલબી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ભારતીય જનતા પક્ષ (ભાજપ) તેમ જ કોંગ્રેસ વચ્ચે જ સીધેસીધો મુખ્ય ચૂંટણી જંગ યોજાશે. ચાર તબક્કાના યુએલબી અને સુધરાઈના ચૂંટણી જંગ માટે 3372 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

    પાકિસ્તાન  ધૂસણખોરીની તાકમાં

    જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બરાબર એક દિવસ પહેલાં જ પાકિસ્તાન દ્વારા ગડબડી કરવાના ષડયંત્રનો ખુલાસો થયો હતો. સેનાના એક સૂત્રે જણાવ્યું કે ઘાટીમાં અત્યારે અંદાજે 300 આતંકી સક્રિય છે. આ ઉપરાંત 25 આતંકી લોન્ચ પેડ પર રાહ જોઇ રહ્યાં છે. સૂત્રોએ તે પણ કહ્યું કે આતંકીઓએ ઘૂસણખોરી કરીને જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશીને આતંકી ગતિવિધિને અંજામ આપવાની તાકમાં છે. સેનાના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે આ સમાચાર બાદ સેના એલર્ટ પર છે અને આતંકી મંસૂબાને નષ્ટ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખતા આર્મી, પોલીસ, સીઆરપીએફ સહિત તમામ સુરક્ષાબળોએ પોતાની સક્રિયતા વધારી દેવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: J&K Local Body Election 2018, Jammu Kashmir

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन