J&K: રમઝાન સીઝફાયર પછીનું સૌથી મોટું ઓપરેશન, ISJK વડા સહિત 4 આતંકી ઠાર

News18 Gujarati
Updated: June 22, 2018, 2:36 PM IST
J&K: રમઝાન સીઝફાયર પછીનું સૌથી મોટું ઓપરેશન,  ISJK વડા સહિત 4 આતંકી ઠાર
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર આતંકીઓ માર્યા ગયા છે અને એક પોલીસ જવાન શહીદ થઇ ગયો છે. પોલીસે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે આ અથડામણમાં જમ્મુ કાશ્મીર ઇસ્લામિક સ્ટેટનો (ISJK)વડો દાઉદ અને ત્રણ અન્ય આતંકી મરાયા છે. આ ઓપરેશનમાં એક પોલીસ જવાન શહીદ થયો છે જ્યારે એક સામાન્ય નાગરિકની પણ મોત નીપજી છે.

જમ્મુ કાશ્મીરમાં રમજાનના મહિના દરમિયાન જાહેર કરેલું સીઝફાયર પછી આતંકીઓ સામે આ મોટું ઓપરેશન છે. રાજ્યના ડીજીપી એસપી વૈદ્યે આતંકીઓના મરવાની ખબર ટ્વિટર આપી છે.

ત્રણ જિલ્લામાં ઇન્ટરનેટ પર રોકઆ અથડામણ પછી કાશ્મીર ઘાટીના ત્રણ જિલ્લા શ્રીનગર, અનંતનાગ અને પુલવામામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી છે. આ પગલું કાનુન વ્યવસ્થા અને શાંતિ જાળવી રાખવા માટે ભરવામાં આવ્યું હતું

તમને જણાવીએ કે 17 જૂનના રોજ સીઝફાયર સમાપ્ત થવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પછીથી સેનાએ પોતાનું ઓપરેશન શરૂ કરી દીધું હતું.

ત્રાલમાં મારવામાં આવ્યાં હતાં 3 આતંકી

ગત ગુરૂવારે પણ સેનાએ પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યાં હતાં. જેમાં એક સ્થાનિક નાગરિક પણ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. ત્યારે જણાવાયું હતું કે આતંકી આકિબ હીનાસ ઘરમાં છુપાયેલા હતાં.

અમરનાથ યાત્રા માટે એલર્ટ જારી કરી

ચાલુ વર્ષે અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના એલર્ટને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે સુરક્ષા માટે નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી)ની એક ટીમને કાશ્મીર રવાના કરી દીધી છે. ‘બ્લેક કેટ’ કમાન્ડોના નામથી પ્રખ્યાત આ ખાસ પ્રશિક્ષિત ટીમનો ઉપયોગ કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવિરોધી અભિયાન વખતે પણ કરાય તેવી વાત સામે આવી રહીં છે. અધિકારીઓનું કહેવુ છે કે, કાશ્મીર ખીણમાં કેટલાંક સમયથી એનએસજીની ટીમ તેનાત કરવામાં આવી છે અને શહેરના બહારના વિસ્તારમાં આ ટીમની કડક તાલીમ ચાલી રહીં છે.
First published: June 22, 2018, 8:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading