શ્રીનગર : પાકિસ્તાન (Pakistan)તરફથી ફરી એક વખત સિઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતીય પોસ્ટને (Indian Post)નિશાન બનાવતા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે સવારે પાકિસ્તાને પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં તાબડતોડ ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. આ સિવાય પાકિસ્તાન તરફથી કુપવાડાના નોવગામ સેક્ટરમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની ફાયરિંગમાં બે જવાન શહીદ થયા છે. જ્યારે ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. ભારત તરફથી પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાન તરફથી છેલ્લા ઘણા દિવસોથી સરહદ પર માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની સેના સતત સરહદ પર ભારતીય પોસ્ટને નિશાન બનાવી ફાયરિંગ કરી રહી છે. ગુરુવારે સવારે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં લાન્સ નાયક કરનૈલ સિંહ શહીદ થયા હતા. જ્યારે રાઇફલમેન વિરેન્દ્ર સિંહની આંખમાં ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત જવાનને રાજૌરીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Jammu and Kashmir: Two soldiers died, four injured after Pakistan initiated an unprovoked ceasefire violation along LoC in Nowgam Sector, Kupwara this morning. Indian Army is retaliating.
જાણકારી પ્રમાણે પાકિસ્તાન તરફથી આ પછી કુપવાડાના નોવાગામ સેક્ટરમાં સેનાની પોસ્ટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં બે જવાન શહીત થયા છે. જ્યારે ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને આર્મીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
" isDesktop="true" id="1030830" >
પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સોમવારે પણ રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ગોળીબારી કરી હતી. જોકે ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર