જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો, CRPFના 5 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો, CRPFના 5 જવાન શહીદ

વાહનમાં બેસેલા આતંકવાદીએ સુરક્ષાદળો ઉપર અચાનક ગોળી ચલાવવાની શરુ કરી દીધી હતી

 • Share this:
  જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 5 જવાન શહીદ થયા છે. ચાર જવાન ઇજાગ્રસ્ત થયા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાંં આવ્યા હતા. જેમાં બે જવાન સારવાર દરમિયાન શહીદ થયા છે.

  પોલીસના મતે તેમણે એક આતંકવાદીને ઠાર કર્યો છે. સીઆરપીએફના સૂત્રોએ જણાવ્યું છે કે આ ઘટના કેપી જનરલ બસ સ્ટેન્ડ પાસે બની છે. વાહનમાં બેસેલા આતંકવાદીએ સુરક્ષાદળો ઉપર અચાનક ગોળી ચલાવવાની શરુ કરી દીધી હતી. સીઆરપીએફના જવાનોને કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા માટે ડ્યૂટી ઉપર હતા.

  ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં સીઆરપીએફના બે જવાન સહિત એસએચઓ અનંતનાગ અરશદ અહમદ અને એક મહિલા સામેલ છે. મહિલાના પગમાં ગોળી વાગી છે. એસએચઓ અરશદ અહમદને સારવાર માટે શ્રીનગર લઈ જવામાં આવ્યા છે.

  અલ ઉમર મુજાહિદ્દીને લીધી જવાબદારી
  આતંકવાદી સંગઠન અલ ઉમર મુજાહિદ્દીને આ હુમલાની જવાબદારી લીધી છે. આતંકી સંગઠને પાંચ સુરક્ષાકર્મીને મારવાનો દાવો કર્યો છે. અલ ઉમર મુજાહિદ્દીને આ પ્રકારના હુમલા જારી રાખવાની ધમકી આપી છે.
  Published by:Ashish Goyal
  First published: