કાશ્મીરમાં પાકિસ્તાનના ષડયંત્રને લોકોએ કર્યું નિષ્ફળ, 99% વિસ્તારમાં શાંતિ

News18 Gujarati
Updated: October 12, 2019, 10:26 PM IST
કાશ્મીરમાં પાકિસ્તાનના ષડયંત્રને લોકોએ કર્યું નિષ્ફળ, 99% વિસ્તારમાં શાંતિ
કાશ્મીરમાં PAKના ષડયંત્રને લોકોએ કર્યું નિષ્ફળ, 99% વિસ્તારમાં શાંતિ

રાજ્ય સરકારના પ્રવક્તા રોહિત કંસલે કહ્યું - પર્યટકોનું રાજ્યમાં સ્વાગત છે અને સરકાર તેમના પ્રવાસને સુગમ બનાવવાની વ્યવસ્થા કરશે

  • Share this:
શ્રીનગર : જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir)ના લગભગ 99 ટકા વિસ્તારમાં લોકોની અવરજવર પર લાગેલા પ્રતિબંધોને હટાવી લીધા છે. આમ છતા રાજ્યમાં શાંતિ છે. કાશ્મીરી જનતાએ શાંતિ ભંગ કરવાના પાકિસ્તાન(Pakistan)ના બધા પ્રયત્નોને નિષ્ફળ બનાવી દીધા છે. 5 ઑગસ્ટ પછી પાકિસ્તાન સતત કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યું હતું પણ સફળ થયું નથી. સોમવારથી રાજ્યમાં પોસ્ટ પેઇડ મોબાઇલ સેવા પણ શરુ કરી દેવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા રોહિત કંસલે (Rohit Kansal) શનિવારે કહ્યું હતું કે રાજ્યનો વિશેષ દરજ્જો વાપસ લીધા પછી બહારથી સમર્થન પ્રાપ્ત આંતકવાદીઓને જમ્મુ કાશ્મીરમાં શાંતિ ભંગ કરતા રોકવાથી પ્રતિબંધો જરુરી હતા. સરકાર અટકાયત કરાયેલા નેતાઓ સહિત અન્યોને પણ છોડી મુકવાની સમીક્ષા કરી રહી છે.

રોહિત કંસલે કહ્યું હતું કે 16 ઑગસ્ટ પછીથી જમ્મુ કાશ્મીરમાં ધીરે-ધીરે પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે અને મોટાભાગના પ્રતિબંધો સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી હટાવી લેવામાં આવ્યા છે. 8 થી 10 પોલીસ ક્ષેત્રોને છોડીને બાકી દરેક સ્થાને પ્રતિબંધ પુરી રીતે હટાવી લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના 99 ટકા વિસ્તારમાં અવરજવર પર કોઈ રોકટોક નથી.

કંસલે જણાવ્યું હતું કે પર્યટકોનું રાજ્યમાં સ્વાગત છે અને સરકાર તેમના પ્રવાસને સુગમ બનાવવાની વ્યવસ્થા કરશે. પર્યટન સ્થળો ઉપર તે લોકોની મદદ માટે ઇન્ટરનેટ સુવિધાઓ શરુ કરી દેવામાં આવી છે. સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે આતંકવાદી ઘટનાના કારણે કોઈનો જીવ ના ચાલ્યો જાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબંધો લગાવ્યા હતા. રાજ્યના લોકોમાં ડરનો ભાવ ઉભો કરવા માટે સરહદ પારથી સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading