ઝેરનું મારણ ઝેર, કાશ્મીરમાં પત્થરબાજોને પકડવા પોલીસનો નવો માસ્ટર પ્લાન

પોલીસના જણાવ્યા પ્રમાણે શુક્રવારે નમાજ પછી ટોળાએ પોલીસ અને સીઆરએફના જવાનો પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે શરૂઆતમાં તેનો જવાબ આપ્યો ન હતો

News18 Gujarati
Updated: September 8, 2018, 7:44 PM IST
ઝેરનું મારણ ઝેર, કાશ્મીરમાં પત્થરબાજોને પકડવા પોલીસનો નવો માસ્ટર પ્લાન
કાશ્મીરમાં પત્થરબાજી રોકવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસે નવી રણનીતિ બનાવી છે
News18 Gujarati
Updated: September 8, 2018, 7:44 PM IST
કાશ્મીરમાં પત્થરબાજી રોકવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસે નવી રણનીતિ બનાવી છે. જેમાં પોલીસના જવાનો પત્થરબાજ બનીને અસલી આરોપીઓને પકડી રહ્યા છે. શુક્રવારે પોલીસે આવી જ સ્ટ્રેટેજી અપનાવીને જામા મસ્જિદની બહાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ પત્થર ફેકી રહેલા ટોળાની આગેવાની કરી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે શુક્રવારે નમાજ પછી ટોળાએ પોલીસ અને સીઆરએફના જવાનો પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે શરૂઆતમાં તેનો જવાબ આપ્યો ન હતો. પોલીસે તરત કોઈ લાઠીચાર્જ પણ ન કર્યો અને ટીયરગેસના છેલ પણ છોડ્યાં ન હતા.

પત્થરમારાની થોડી વાર પછી 100થી વધારે લોકો ભેગા થઈ ગયા અને બે પત્થરબાજો સમગ્ર ટોળાનું નેતૃત્વ કરવા લાગ્યા. ટોળાંને અલગ કરવા માટે પોલીસે અચાનક ટીયરગેસ છોડ્યો. ત્યારપછી ટોળામાં સામેલ કરવામાં આવેલા તેમના જવાનોની મદદથી બે મુખ્ય પત્થરબાજની ધરપકડ કરી લેવામાં આવી છે.પત્થરબાજ બનીને ટોળામાં સામેલ અન્ય પોલીસકર્મી નકલી બંદુકથી બાકીના લોકોને ડરાવી રહ્યા હતા. પોલીસની નવી રણનીતિના કારણે પત્થરબાજો પણ ગભરાઈ ગયા હતા અને તેમણે વિરોધ-પ્રદર્શન રોકી દીધું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે 2010માં પ્રથમ વખત આ રણનીતિ પર કામ કર્યું હતું. તે સમયે ઘણાં પોલીસકર્મીઓને પત્થરબાજની ઓળખ કરીને તેમને આરોપીઓને પકડવાના કામમાં લગાવ્યા હતા.
First published: September 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...