પંચાયતની ચુંટણીનો બહિષ્કાર કરશે નેશનલ કોન્ફરન્સ, કહ્યું - 35A પર વલણ સ્પષ્ટ કરે કેન્દ્ર

બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરતા ફારુખ અબ્દુલા

જમ્મુ-કાશ્મીરમાં ઓક્ટોબર-નવેમ્બરમાં પંચાયત અને નગર નિગમની ચુંટણી થવાની છે પણ રાજ્યમાં ચાલી રહેલા રાજનીતિક બબાલ વચ્ચે નેશનલ કોન્ફરન્સે ચુંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી

 • Share this:
  જમ્મુ-કાશ્મીરમાં ઓક્ટોબર-નવેમ્બરમાં પંચાયત અને નગર નિગમની ચુંટણી થવાની છે પણ રાજ્યમાં ચાલી રહેલા રાજનીતિક બબાલ વચ્ચે નેશનલ કોન્ફરન્સે ચુંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. નેશનલ કોન્ફરન્સનું કહેવું છે કે પહેલા કેન્દ્ર સરકાર આર્ટિકલ 35A પર પોતાનું વલણ સ્પષ્ટ કરે પછી ચુંટણી કરાવે.

  બુધવારે ફારુખ અબ્દુલાએ કહ્યું હતું કે જ્યાં સુધી ભારત સરકાર અને રાજ્ય સરકાર આર્ટિકલ 35A પર પોતાની સ્થિતિ સ્પષ્ટ ન કરે અને આર્ટિકલ 35Aને બચાવવા કોર્ટની બહાર પ્રભાવી પગલાં ન ભરે ત્યાં સુધી નેશનલ કોન્ફરન્સ આ ચુંટણી (પંચાયત)માં ભાગ લેશે નહીં.

  ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 35Aને 1954માં રાષ્ટ્રપતિના આદેશ પછી સંવિધાનમાં સમાવેશ કરાયો હતો. જે જમ્મુ કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકારો આપે છે. રાજ્યની બહાર લગ્ન કરનાર મહિલાઓને સંપત્તિના અધિકારથી વંચિત કરે છે.

  આ આર્ટિકલ પ્રમાણે રાજ્યની બહાર લગ્ન કરનાર મહિલાને પૈતૃક સંપત્તિ ઉપર અધિકાર રહેશે નહીં અને આ જ નિયમ તેના વારિસ ઉપર પણ લાગુ પડશે.

  ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 35Aની વૈધતાને પડકાર આપનાર અરજીની સુનાવણી સ્થગિત કરી દીધી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે કોર્ટ સામે પંચાયત ચુંટણીનો હવાલો આપીને સુનાવણી સ્થગિત કરવાની અપીલ કરી હતી.
  Published by:Ashish Goyal
  First published: