રાહુલ માટે વિમાન મોકલીશ, હકીકત જાણો પછી નિવેદન આપો : કાશ્મીરના રાજ્યપાલ

રાહુલ માટે વિમાન મોકલીશ, હકીકત જાણો પછી નિવેદન આપો : કાશ્મીરના રાજ્યપાલ
કાશ્મીરના રાજ્યપાલ અને રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

 • Share this:
  જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે તે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે એક ખાસ વિમાન મોકલશે. જેથી તે કાશ્મીરની મુલાકાત લઇને અહીંની સ્થિતિ વિષે માહિતગાર થઇ શકે. રાજ્યપાલે સોમવારે આ નિવેદન રાહુલ ગાંધીની તે ટિપ્પણી માટે કર્યું જેમાં રાહુલે કહ્યું હતું કે કાશ્મીરમાં હિંસાની ઘટનાઓની બની રહી છે.

  મલિકે કહ્યું કે હું અહીં રાહુલ ગાંધીને આમંત્રિત કરું છું. હું તેમના માટે એક વિમાન મોકલીશ. તમે સ્થિતિની જાત તપાસ કરો પછી બોલો. તમે એક જવાબદાર વ્યક્તિ છો અને તમારે આવું ના બોલવું જોઇએ. રાજ્યપાલે વધુમાં કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 ની જોગવાઇને ખતમ કરવા પાછળ કોઇ સાંપ્રદાયિક કારણ નહતું. 370 અને 35 એ કલમ બધાની ભલાઇ માટે સમાપ્ત કરવામાં આવી છે.


  વધુમાં વિદેશી મીડિયા પર પણ રાજ્યપાલ મલિકે નિવેદન આપતા કહ્યું કે વિદેશી મીડિયા કાશ્મીરમાં સ્થિતિ વધુ ખરાબ થાય તેવો પ્રયાસ કરી રહ્યા છે. પણ તેમના પ્રયાસો સફળ નથી થયા. વિદેશી મીડિયાને પણ ચેતવણી આપતા મલિકે કહ્યું કે તમામ હોસ્પિટલો તમારી સામે છે. જો કોઇ એક વ્યક્તિને પણ ગોળી લાગી હોય તો સાબિત કરીને બતાવો. ખાલી ચાર લોકોને પેલેટ ગનથી પગમાં ઇજા થઇ છે અને તે લોકો હિંસા ભડકાવી રહ્યા હતા. અને તેમની ઇજા તેટલી ગંભીર પણ નથી.
  Published by:Chaitali Shukla
  First published:August 13, 2019, 12:24 pm

  टॉप स्टोरीज