Home /News /india /કઠુઆ રેપઃ પઠાનકોટ કેસ ટ્રાન્સફર સામે જમ્મુ-કાશ્મીર સરકારને વાંધો

કઠુઆ રેપઃ પઠાનકોટ કેસ ટ્રાન્સફર સામે જમ્મુ-કાશ્મીર સરકારને વાંધો

    સુપ્રીમ કોર્ટે કઠુઆ રેપ કેસને પઠાનકોટ ટ્રાંસફર કર્યો છે. આ મામલે દરરોજ સુનાવણી હાથ ધરાશે. એટલું જ નહીં કેસ પર સુપ્રીમ કોર્ટ સીધું મોનિટરિંગ કરશે.  સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી દરમિયાન જમ્મુ કાશ્મીર સરકારે આ મામલે અન્ય રાજ્યમા ટ્રાન્સફરને લઇ વાંધો વ્યક્ત કર્યો હતો, સુપ્રીમમાં હાથ ધરાયેલી સુનાવણીમાં જમ્મુ-કાશ્મીર સરકારે પોતાની દલીલમાં જણાવ્યું હતુ કે રાજ્યમાં જ તેની ફેયર ટ્રાઇલની વ્યવસ્થા કરવામાં આવશે.

    જમ્મુ કાશ્મીર સરકારે ઉઠાવ્યો હતો વાંધો

    કઠુઆ રેપની ઘટનાથી સમગ્ર દેશમાં હડકંપ મચ્યો હતો. દિલ્હી ગેંગ રેપ બાદ કઠુઆ રેપની ઘટના સામે આવતા. ફરી એકવાર દેશમાં દુષ્કર્મ આચરનારા નરાધમોને ફાંસીના માંચડે ચડાવવાની માગ ઉઠી હતી. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં પીડિત બાળકીના પિતાએ આરોપીઓ અને પોલીસની મીલીભગતના આરોપો લગાવ્યા હતા, તથા સમગ્ર કાર્યવાહી જમ્મુકાશ્મીર સિવાય અન્ય રાજ્યમાં કેસ ચલાવવામાં આવે તેવી માગ હતી, જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે, હવે સમગ્ર કેસની કાર્યવાહી પંજાબના પઠાનકોટમાં ચાલશે. એટલું જ નહીં આ કેસની રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. તો સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી દરમિયાન જમ્મુ કાશ્મીર સરકારે આ મામલે અન્ય રાજ્યમા ટ્રાન્સફરને લઇ વાંધો વ્યક્ત કર્યો હતો. જમ્મુ કાશ્મીર સરકારે કહ્યું હતુ કે રાજ્યમાં જ તેની ફેયર ટ્રાઇલની વ્યવસ્થા કરવામાં આવશે, જો કે સુપ્રીમે સરકારની માગ ગ્રાહ્ય રાખી ન હતી. પીડિત બાળકીના પરિવારજનોએ ચંદીગઢ કોર્ટમાં સુનાવણી થાય તેવી માગ કરી હતી. સાથે જ તેઓએ જણાવ્યું કે પરિવારજનોને હત્યા થવાનો ભય છે.

    શું હતી સમગ્ર ઘટના?

    ક્રાઈમ બ્રાન્ચની ચાર્જશીટ પ્રમાણે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં 10 જાન્યુઆરીએ અલ્પસંખ્યક સમુદાયની એક 8 વર્ષની બાળીકનું અપહરણ કર્યું હતું. આરોપીઓએ રાસના ગામના એક મંદિરમાં બંધક બનાવીને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને ત્યારપછી તેનું ગળુ દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારપછી પથ્થરથી તેનું માથુ છૂંદી દેવામાં આવ્યું હતું. 17 જાન્યુઆરીએ તેનો મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં ગામના એક મંદિરના 50 વર્ષના સેવાદાર સાંઝી રામ સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં સાંઝી રામનો ભત્રીજો સગીર છે. 10 એપ્રિલે આ વિશે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ત્યારે વકીલોએ પોલીસને ચાર્જશીટ દાખલ કરતા રોક્યા હતા. ત્યારપછી જ આ કેસ વિવાદમાં આવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Jammu and kashamir, Supreme Court

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन