ફરી હેક થઇ જામિયાની વેબસાઇટ, પૂજાએ લખ્યું મારો બોયફ્રેન્ડ છે

News18 Gujarati
Updated: May 23, 2018, 7:39 AM IST
ફરી હેક થઇ જામિયાની વેબસાઇટ, પૂજાએ લખ્યું મારો બોયફ્રેન્ડ છે

  • Share this:
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી 24 કલાકમાં બે વાર હેક થઇ ગઇ છે. પહેલી વાર યુનિવર્સિટી વેબસાઇટ http://jmi.ac.in પર "હેપ્પી બર્થડે પૂજા" મેસેજ દેખાયો હતો. જે પછી તે વેબસાઇટને ફરી રી-સ્ટોર કરી દેવામાં આવી હતી પરંતુ જેને મંગળવારે સાંજે ફરીથી હેક થઇ ગઇ હતી અને આ વખતે વેબસાઇટ ખોલતા 'સોરી મેરા બોયફ્રેન્ડ હે-પૂજા' એવો મેસેજ લખેલો હતો.

વેબસાઇટને સોમવારે મોડી રાતે હેક કરી લેવામાં આવી હતી. જે પછી તેને ફરીથી હેક કરી લીધી હતી. કોઇપણ વ્યક્તિએ કે ગ્રુપે આ જવાબદારી સ્વિકારી નથી. યુનિવર્સિટી તંત્રએ પણ આ પર કોઇ નિવેદન આપ્યું નથી. હાલ આ વેબસાઇટને સુધારી લેવામાં આવી છે પરંતુ હેકિંગ દરમિયાન સ્ક્રીન પર દેખાતા આ મેસેજનો ટ્વિટર યુઝર્સે ઘણો મજાક ઉડાવ્યો છે.

એક યુઝરે લખ્યું કે, "તો 22 મેના રોજ પૂજાનો જન્મદિવસ છે અને આખી જામિયાને તેની ખબર પડી ગઇ છે. તમને ખબર છે કઇ રીતે? કોઇ ટેક્નિકલ આશિકે જામિયા મિલિયા ઇસ્લામિયાની વેબસાઇટ હેક કરીને #HappyBirthdayPooja લખી દીધું છે. મારી તરફથી પૂજાને શુભકામનાઓ."




એક અન્ય યૂઝરે લખ્યું કે, "પૂજા તારે એની સાથે લગ્ન કરી લેવા જોઇએ."
First published: May 23, 2018, 7:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading