જામિયા મિલિયા ઇસ્લામિયાની વેબસાઇટ હેક કરીને લખ્યું 'હેપી બર્થ ડે પૂજા, લવ યૂ'

News18 Gujarati
Updated: May 22, 2018, 10:38 AM IST
જામિયા મિલિયા ઇસ્લામિયાની વેબસાઇટ હેક કરીને લખ્યું 'હેપી બર્થ ડે પૂજા, લવ યૂ'

  • Share this:
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની વેબસાઇટ સોમવારે રાતે હેક થઇ ગઇ છે. મોડી રાતે યુનિવર્સિટી વેબસાઇટ http://jmi.ac.in ખોલતા તેની પર લખેલું હતું 'હેપી બર્થ ડે પૂજા. લવ યૂ '

કોઇપણ વ્યક્તિએ કે ગ્રુપે આ જવાબદારી સ્વિકારી નથી. યુનિવર્સિટી તંત્રએ પણ આ પર કોઇ નિવેદન આપ્યું નથી.

હાલ આ વેબસાઇટને સુધારી લેવામાં આવી છે પરંતુ હેકિંગ દરમિયાન સ્ક્રીન પર દેખાતા આ મેસેજનો ટ્વિટર યુઝર્સે ઘણો મજાક ઉડાવ્યો છે.

એક યુઝરે લખ્યું કે, "તો 22 મેના રોજ પૂજાનો જન્મદિવસ છે અને આખી જામિયાને તેની ખબર પડી ગઇ છે. તમને ખબર છે કઇ રીતે? કોઇ ટેક્નિકલ આશિકે જામિયા મિલિયા ઇસ્લામિયાની વેબસાઇટ હેક કરીને #HappyBirthdayPooja લખી દીધું છે."

એક અન્ય યૂઝરે લખ્યું કે, "પૂજા તારે એની સાથે લગ્ન કરી લેવા જોઇએ."

નોંધનીય છે કે જામિયા મિલિયા ઇસ્લામિયા દિલ્હી સ્થિત સેન્ટ્રેલ યુનિવર્સિટી છે. આને બ્રિટિશ શાસન દરમિયાન 1920માં શરૂ કરવામાં આવી હતી.
First published: May 22, 2018
વધુ વાંચો
अगली ख़बर