રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ સંબંધોના મોર્ચા પર ભારત મજબૂત થયું : વિદેશ મંત્રી

News18 Gujarati
Updated: September 17, 2019, 7:41 PM IST
રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ સંબંધોના મોર્ચા પર ભારત મજબૂત થયું : વિદેશ મંત્રી
રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ સંબંધોના મોર્ચા પર ભારત મજબૂત થયું : વિદેશ મંત્રી

G20 અને G7 જેવા મંચો પર ભારતની વાતોને વધારે ધ્યાનથી સાંભળવામાં આવે છે - વિદેશ મંત્રી એસ જયશંકર

  • Share this:
મોદી સરકાર 2.0 (Modi Government 2.0)ના 100 દિવસ પૂરા થયા પછી બધા મંત્રાલયો પોત-પોતાના તરફથી 100 દિવસોની ઉપલબ્ધિઓ વિશે જણાવી રહ્યા છે. આવા સમેય વિદેશ મંત્રાલયે (Ministry Of Foreign Affairs)100 દિવસોની ઉપલબ્ધિઓના રિપોર્ટ રજુ કર્યો હતો. આ રિપોર્ટ કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે (S Jaishankar)રજુ કર્યો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે પીઓકે (POK)ને ભારતનો ભાગ ગણાવતા મોટુ નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આશા છે કે પીઓકે એક દિવસ ભારતનો ભૌગોલિક ભાગ બનશે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ સંબંધોના મોર્ચા પર ભારત મજબૂત થયું છે. ગ્લોબલ એજન્ડા સેટ કરવાની ભારતની ક્ષમતા પહેલાના મુકાબલે વધારે મજબૂત થઈ છે. આ માટે તેમણે પર્યાવરણ સંરક્ષણનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે G20 અને G7 જેવા મંચો પર ભારતની વાતોને વધારે ધ્યાનથી સાંભળવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના પ્રભાવને જોઈ શકાય છે. ઘણા દેશોએ સ્માર્ટ સિટી અને નદીઓની સફાઇ જેવા પ્રોજેક્ટમાં ભાગ લીધો છે. આ ભારત માટે એક ઉપલબ્ધિ છે.

આ પણ વાંચો - દિગ્વિજય સિંહનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું - ભગવાધારી મંદિરોમાં કરી રહ્યા છે રેપ

વિદેશ મંત્રી એસ જયશંકરે આશા વ્યક્ત કરી છે કે પાડોશીઓ સાથે આપણા સંબંધો વધારે સારા થશે. બીજી તરફ પાકિસ્તાન તરફથી આવતી આતંકવાદની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનનું નામ લીધા વગર વિદેશમંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાન સાધારણ પાડોશી નહીં બને ત્યાં સુધી અમારું વલણ યથાવત્ રહેશે.

વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ભારતના પાડોશીઓ સાથે સંબંધ ભારતની પ્રાથમિકતા છે. તેમણે પોતાના ભૂટાન, માલદીવ, મલેશિયા અને સિંગાપુર યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. ફરી પ્રધાનમંત્રી બન્યા પછી પીએમ મોદી માલદીવ અને શ્રીલંકા ગયા હતા. ઇસ્ટર હુમલા પછી શ્રીલંકા જનાર પ્રથમ મોટા વૈશ્વિક નેતા પીએમ મોદી જ હતા.
First published: September 17, 2019, 7:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading