Home /News /india /

આતંક માટે હવે મહિલાઓને હથિયાર બનાવશે જૈશ, ઓડિયોમાં થયો ખુલાસો

આતંક માટે હવે મહિલાઓને હથિયાર બનાવશે જૈશ, ઓડિયોમાં થયો ખુલાસો

    આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદના સરગાના મસૂદ અઝહર મહિલાઓને પોતાનું હથિયાર બનાવવાની તૈયારીમાં છે. મૌલાના મસૂદ અઝહર ફેલાવવા માટે મહિલાઓની એક આતંકી ફૉજ બનાવવા માંગે છે અને તેના માટે તે મહિલાઓને ભડકાવે છે.

    મસદુ અઝહરએ તેમની પત્રિકા દ્વારા તેમના ભડકાઉ ભાષણનો સંદેશો રજૂ કર્યો છે. મહિલાઓને જેહાદ માટે ભડકાવતો મસૂદએ ઇસ્લામિક ઇતિહાસથી મહિલાઓના જેહદમાં કથિત ભાગીદારીની અનેક મિસાઇલ હાજર હોવાનો દાવો કર્યો છે. અઝહર મેસૂદ ઓનલાઇન તેનો આર્ટિકલ લખે છે.

    મસૂદ અઝહરના સંદેશામાં રજૂ કરવામાં આવેલી ઓડિયો ક્લીપમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇસ્લામના ઇતિહાસમાં આવા અનેક અવલોકનો સામે આવ્યા જેમાં મહિલાઓએ જેહાદમાં ભાગ લીધો હતો. જૈશ-એ મોહમ્મદ આ દિવસોમાં જમ્મુ અને કશ્મીર આતંકી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. મસદુ અઝહર આતંકી સંગઠન જેશ એ મોહમ્મદના સ્થાપક છે.

    સિઝફાયરની ઉડાવી મજાક
    આ પહેલા પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જેશ એ. મોહમ્મદે જમ્મુ કાશ્મીરમાં રામજાન દરમિયાન લાગુ સીઝફાયરને ભારત સરકારની ફરજ બજાવતા નિર્ણયની મજાક ઉડાવી હતી. જેશની સરગાના મૌલના મસૂદ અઝહરે એક જનસભાને સંબોધતાં કહ્યું કે ભારત સરકારને મજબુરીમાં સીઝફાયર લાગુ કરવો પડે છે. મસદુ અઝહરને એક ઑડિયો ક્લિપમાં આ કહેતો જોઇ શકાય છે કે હવે કશ્મીરમાં જેશ આતંકવાદીઓ માટે શ્રેષ્ઠ તક છે. જેશ ભારતમાં આ પહેલાં ઘણા આતંકવાદીઓેને અંજમ આપી ચુક્યો છે અને હવે ભારતમાં હુમલાઓને વધારે તેજ કરવાની ધમકી આપી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: AUDIO, Masood-azhar, મહિલા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन