Home /News /india /હિમાચલના 13મા સીએમ બન્યા જયરામ ઠાકુર

હિમાચલના 13મા સીએમ બન્યા જયરામ ઠાકુર

હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે 52 વર્ષના જયરામ ઠાકુરને નીમવામાં આવ્યાં છે. આજે શિમલા ખાતે મળેલી હિમાચલ પ્રદેશના ભાજપના વિધાયક દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિધાયક દળના નેતાઓએ ઠાકુરને સર્વાનુંમતે નિમ્યા છે. બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે જયરામ ઠાકુરના નામનો પ્રસ્તાવ પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમલે મૂકયો જેનો બાકી ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું. પાર્ટીના કેન્દ્રીય પર્યવેક્ષક નરેન્દ્ર સિંહ તોમરે મીડિયાને સંબોધિત કરી

આ અંગે માહિતી આપી અને કહ્યું કે હવે હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવા માટે રાજ્યપાલની મુલાકાત કરાશે. રાજ્યપાલના નિર્દેશાનુસાર કાર્યક્રમમાં જયરામ ઠાકુર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીની રેસમાં કેન્દ્રિય મંત્રી જે પી નડ્ડા પણ ચર્ચામાં હતાં. જયરામ હિમાચલના 13માં મુખ્યમંત્રી છે.

સૂત્રોનું કહેવું છે કે જયરામનું નામ પાર્ટી તરફથી ફાઈનલ કરી દેવામાં આવ્યું હતા. જયરામ સતત પાંચમી વખત સાંસદ તરીકેની પસંદગી પામ્યા છે. તે હિમાચલમાં બીજેપીના લોકપ્રિય નેતાઓમાંથી એક છે.મહત્વનું છે કે કાલે શનિવારના રોજ ચૂંટણીમાં પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો રહેલ પ્રેમકુમાર ધૂમલે પોતે રાજ્યના મુખ્યમંત્રી પદની દોડમાં બહાર ગણાવી દીધા હતા. ધૂમલની વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ પાર્ટી ધારાસભ્યની આજે એક બેઠકમાં પોતાના નવા નેતાની પસંદગી કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા જયરામ ઠાકુર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા રાજ્યમાં મુખ્મંત્રી પદ માટે મુખ્ય દાવેદાર છે. હિમાચલ પ્રદેશના નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં સામાન્ય સહમતિ બની નથી
તેના લીધે બંને કેન્દ્રીય પર્યવેક્ષક કેન્દ્રીય નેતૃત્વથી વિચાર વિમર્શ કરવા માટે શિમલાથી પાછા દિલ્હી ફર્યા હતા.
First published:

Tags: BJP Himachal

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन