Home /News /india /ન્યૂટને નહીં એક ભારતીયે આપ્યો હતો 'ગુરૂત્વાકર્ષણનો નિયમ': BJPના મંત્રી

ન્યૂટને નહીં એક ભારતીયે આપ્યો હતો 'ગુરૂત્વાકર્ષણનો નિયમ': BJPના મંત્રી

ગુરૂત્વાકર્ષણના જે સિદ્ધાંતને તમે વર્ષોથી વાંચતા આવ્યા છો તે ન્યૂટને નહીં પરંતુ કોઈ બીજાએ આપ્યો છે. આ નિવેદન રાજસ્થાનના શિક્ષણ રાજ્યમંત્રી વાસુદેવ દેવનાનીએ આપ્યું છે કે, આ સિદ્ધાંત ન્યૂટને નહીં બ્રહ્માગુપ્ત દ્રિતીયે આપ્યો છે. આ નિવેદન તેમણે રાજસ્થાન યુનિવર્સિટીના 72માં સ્થાપના દિવસે જયપુરમાં કરવામાં આવેલ એક કાર્યક્રમમાં આપ્યું હતું.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે બધાએ બાળપણથી વાંચ્યું હતું કે ગુરૂત્વાકર્ષણનો સિદ્ધાંત ન્યૂટને આપ્યો છે. જ્યારે વાસ્તવિક્તા એ છે કે ન્યૂટનના એક હજાર વર્ષ પહેલા ભારતમાં બ્રહ્મગુપ્ત દ્વિતીયએ આ સિદ્ધાંત આપ્યો હતો. તેમણે એ પણ કહ્યું કે, હું 3-4 દિવસ પહેલા વાંચી રહ્યો હતો કે ન્યૂટનનો ગુરૂત્વાકર્ષણનો નિયમ કોણે આપ્યો? તો જણાવ્યું કે ન્યૂટને આપ્યો. વાતની ઉંડાણમાં જશો તો બ્રહ્મગુપ્ત દ્વિતીયે તેના એક હજાર વર્ષ પહેલા ગુરૂતિવીકર્ષણનો નિયમ આપ્યો હતો. દેવનાનીએ તે પણ કહ્યું કે આ વાતને શૈક્ષણિક અભ્યાસક્રમમાં કેમ જોડવામાં ન આવવું જોઈએ?

આ પ્રસંગે તેમણે રાજ્ય સરકારની ઉપલ્બધિઓ ગણાવતા કહ્યું કે સરકારના પ્રયત્નોનું જ પરિણામ છે કે દેશમાં 18માં નંબર પર રહેનાર રાજ્ય આજે શિક્ષાના ક્ષેત્રમાં નવામાં નંબર આવી ગયું છે. તેમણે વિશ્વવિદ્યાલયો સમાજપયોગી સંશોધન કરવા પર વધારે ભાર મુક્યો.
First published:

Tags: રાજસ્થાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन