YSR કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડી પર ચાકુથી હુમલો થયો છે. રિપોર્ટ પ્રમાણે વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર જગનમોહન રેડ્ડી પર એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો છે.
આ ઘટનાથી એરપોર્ટ પર વીવીઆઈપી લોકોની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. જગનમોહન આંધ્ર પ્રદેશમાં વિપક્ષના નેતા છે.
ગુરુવારે વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર એક યુવકે નાના ધારદાર હથિયારથી તેમની ઉપર હુમલો કર્યો હતો. એરપોર્ટ અધિકારીઓના મતે જગનમોહન રેડ્ડી જેવા એરપોર્ટ લાઉન્જમાંથી નિકળ્યા યુવકે તેમની ઉપર હુમલો કરી દીધો હતો. રેડ્ડીના હાથે થોડો કટ લાગ્યો છે પણ તે સુરક્ષિત છે.
પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે જગનમોહનને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને યુવકે આમ કેમ કર્યું, તેનો કોઈ રાજનીતિક પાર્ટી સાથે સંબંધ છે કે નહીં તે વિશે તપાસ કરવામાં આવી રહી છે. જલ્દી આ વિશે માહિતગાર કરવામાં આવશે. પોલીસે કહ્યું હતું કે હુમલો કરનાર વ્યક્તિનું નામ શ્રીનું છે અને તે એરપોર્ટ લોન્જમાં વેઇટરનું કામ કરે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર