જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં CRPF દળ પર આતંકી હુમલો, બે જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં CRPF દળ પર આતંકી હુમલો, બે જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં CRPF દળ પર આતંકી હુમલો, બે જવાન શહીદ

 • Share this:
  જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં સીઆરપીએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા એ દરમિયાન તેમની પર આતંકી હુમલો થયો હતો. અહીંથી અચબલ ચોક પર આતંકવાદીઓએ લગભગ 10 મિનિટ સુધી CRPFના જવાનો પર ગોળીઓ વરસાવી હતી અને ત્યાર બાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. ફાયરિંગમાં બે જવાન ઘાયલ થયા હતા. ઘાયલ CRPFના બે જવાનો સારવાર દરમિયાન શહીદ થયા હતા, જ્યારે અન્ય 2 જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી સર્ચ-ઓપરેશન શરૂ કરી દીધું છે.

  અઠવાડિયામાં આ ત્રીજીવારની ઘટના છે, જેમાં CRPFની ટુકડીને નિશાન બનાવાઈ હતી. આ અગાઉ સોમવારે પુલવામામાં સીઆરપીએફના જવાનો પર પેટ્રોલિંગ કરતી વખતે નિશાન બનાવી ગ્રેનેડ વડે હુમલો થયો હતો. આ દિવસે જ ત્રાલ વિસ્તારોમાં સંદિગ્ધ આતંકવાદીઓએ પેટ્રોલિંગ પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યા હતા. આતંકવાદીઓએ અહીં CRPFના વાહનને પણ નિશાન બનાવ્યું હતું.

  કાશ્મીરની ઘાટીમાં લશ્કર કમાન્ડર બુરહામ વાનીની બીજા વરસી પછી પણ સલામતી અને પથ્થરબાજો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

  સુરક્ષાદળોના જણાવ્યા અનુસાર, કરાયેલા હુમલામાં પથ્થરબાજોના વેશમાં આતંકવાદીઓ પણ હતા. આ કાર્યવાહીમાં ત્રણ સ્થાનિકનાં મોત થયાં હતા. છેલ્લા કેટલાક દિવસોથી સુરક્ષાદળો પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. આતંકવાદીઓ દ્વારા સતત CRPFના જવાનોને નિશાન બનાવી હુમલો કરવામાં આવી રહ્યો છે.
  Published by:Sanjay Joshi
  First published: