Home /News /india /

ઈવાન્કાએ કહ્યું, ચા વેચીને PM બનવું મોદી માટે એક અદભૂત ઉપલબ્ધિ

ઈવાન્કાએ કહ્યું, ચા વેચીને PM બનવું મોદી માટે એક અદભૂત ઉપલબ્ધિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવાન્કા ટ્રમ્પ સાથે મળીને ગ્લોબલ આંત્રપ્રિન્યોર સમિટનું ઉદઘાટન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવાન્કા ટ્રમ્પ સાથે મળીને ગ્લોબલ આંત્રપ્રિન્યોર સમિટનું ઉદઘાટન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવાન્કા ટ્રમ્પ સાથે મળીને ગ્લોબલ આંત્રપ્રિન્યોર સમિટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઈવાન્કાએ કહ્યું કે, ભારતની આઝાદીના 70 વર્ષ પૂરા થવા પર હું અભિનંદન આપું છું. મને ગર્વ છે કે, 1500 બિઝનેસ વુમન આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. આ સાથે જ તેમણે પીએમ મોદીના વખાણ કરીને કહ્યું કે, ચા વેચીને પીએમ બનવું એક મોટી ઉપલબ્ધિ છે.


મોદીએ કહ્યું કે, અમે મહિલા સશક્તિકરણમાં વિશ્વાસ રાખીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં મહિલાને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. મહિલા સશક્તિકરણથી જ દેશનો વિકાસ સંભવ છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યું કે, જે પણ સમયથી આગળનુ વિચારે છે, તેમને દુનિયા પાગલ જ સમજશે. પરંતુ આજના આંત્રપ્રિન્યોર્સે તેનાથી ગભરાવુ ન જોઈએ. તેમણે સાહસની સાથે આગળ વધવું જોઈએ. મોદીએ કહ્યું કે, તેમની સરકાર સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્રોગ્રામ આંત્રપ્રિન્યોર્સની મદદ કરવા માટે બનાવવામાં આવ્યુ છે. અમે અનેક બેકાર કાયદાને હટાવીને ભારતમાં વેપાર કરવું આસાન બનાવ્યુ છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતમાં રેન્કિંગમાં સુધારો આ વાતને સાબિત કરે છે. જોકે, આપણે હજી ઘણું કરવાનું બાકી છે અને 50મા રેન્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.


મહિલા સશક્તિકરણ પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ગાર્ગીના શાસ્ત્રર્થ, અહિલ્યાબાઈ હોલ્કર અને રાણી લક્ષ્મીબાઈના સાહસનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ કહ્યુ કે, મંગળ મિશનમાં પણ મહિલા વૈજ્ઞાનિકોનો ખાસો સહયોગ રહ્યો છે. મોદીએ કલ્પના અને સુનીતા વિલિયમ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ એમ પણ કહ્યું કે, ખેલના ક્ષેત્રમા પણ મહિલાઓએ ભારતનું નામ રોશન કર્યું છે. આ શહેરની જ સાઈના નહેવાલ અને પીવી સિધુ ભારતનુ પ્રતિનિધિત્વ કરે છે. લિજ્જત પાપડ જેવા અનેક ઉદાહરણ છે, જે મહિલા આંત્રપ્રિન્યોરશિપમાં ભારતનું નામ રોશન કરે છે.


પીએમ મોદીએ પોતાના સંબોધનમા કહ્યુ હતું કે, ગ્લોબલ આંત્રપ્રિન્યોર સમિટમાં ભારત અને અમેરિકના નજીકના સંબંધો વિશે માલૂમ પડે છે. દક્ષિણ એશિયામાં પહેલીવાર આ સમિટ થઈ રહી છે. આજે સમગ્ર દુનિયાની નજર હૈદરાબાદ પર છે. આજે અહી દુનિયાભરના લોકો આ સમિટમાં ભાગ લેવા માટે આવ્યા છે.


મોદીએ આગળ કહ્યું કે, અમારી સરકારે બિઝનેસનો માહોલ સુધારવા માટે અનેક પ્રયાસો કર્યા છે. અમે ગામોમાં વીજળી પહોંચાડવા માટે સૌભાગ્ય યોજના શરૂ કરી છે. માર્ચ 2019 સુધી અમે લાખો ગામો સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડીશું. સ્વચ્છ ભારત મિશન દ્વારા અમે ગામો અને શહેરોમા સેનિટેશન વ્યવસ્થામા સુધાર લાવીશું. અટલ ઈનોવેશન મિશન પણ અમે લોન્ચ કર્યું છે. અમે આધાર પણ શરૂ કર્યું છે. જેનાથી ડિજીટલ ટ્રાન્ઝેશનને પ્રોત્સાહન આપ્યું છે.


ઇવાન્કાએ મોદી સરકારના નેતૃત્વમાં ભારતના થઈ રહેલાં વિકાસની પણ પ્રશંસા કરી. ઇવાન્કાએ ભારતના ચંદ્રયાન અને મંગળ મિશનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિ પ્રશંસનિય છે. આ સમિટમાં ઈવાન્કા ટ્રમ્પ અમેરિકી ડેલિગેશનની આગેવાની કરી રહી છે. તેણે સમિટમાં વુમન આંત્રપ્રેન્યોરશિપ લીડરશિપ વિશે સ્પીચ પણ આપી હતી.

First published:

Tags: Global Entrepreneurship Summit, Ivanka trump, Pm narendr modi

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन