Home /News /india /

પૈસા લઈને વિદેશ ભાગી જવું હવે સરળ નહિ રહે

પૈસા લઈને વિદેશ ભાગી જવું હવે સરળ નહિ રહે

પૈસા લઈને વિદેશ ભાગી જવું હવે સરળ નહિ રહેઃ નાણાપ્રધાન જેટલી. (ફાઇલ તસવીર)

    આર્થિક ગુનાખોરી કરી વિદેશમાં ભાગી જનારા પર હવે શિકંદો વધુ કસવામાં આવશે. સરકારે ફ્યુઝિટિવ ઇકોનોમિક ઓફેડેન્ડર્સ બિલને મંજૂરી આપી દીધી છે. હવે કૌભાંડ કર્યા પછી ફરાર જનારાની સંપત્તિને જપ્ત થઈ જશે. આ ઉપરાંત કેબિનેટે આજે નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટને પણ મંજૂરી આપી હતી. આ બન્ને બિલ આવતા બજેટસત્રમાં રજૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં બિલ લિસ્ટેડ અને મોટી અનલિસ્ટેડ કંપનીઓ પર લાગુ કરાશે.

    કેબિનેટે આજે એનએફઆરએ એટલે નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટીને પણ મંજૂરી આપી દીધી છે. આની પર નાણાપ્રધાને જણાવ્યું હતું કે એનએફઆરએ આઇસીએઆઇનાં કાર્યોને કોઈ હસ્તક્ષેપ નહિ કરી શકે. આઈસીએઆઈના રુટિન કામ ચાલુ રહેશે. એનએફઆરએ લિસ્ટેડ કંપની અને અનિલિસ્ટેડ કંપનીઓ સાથે સાથે મોટી કંપનીઓ પર પણ લાગુ થશે.

    નાણાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે એનએફઆરએના નિયમો બે દિવસમાં નક્કી કરવામાં આવશે. એનએફઆરએની રચના માટે સંસદની મંજૂરી જરૂરી નથી. મોટી અનલિસ્ટેડ કંપનીઓ પણ એનએફઆરએ હેઠળ આવશે. પહેલા તબક્કામાં બિલ લિસ્ટેડ કંપની પર લાગુ કરાશે. છતાં હાલ તો આ બિલ રૂ. 100 કરોડથી વધુની બાબતમાં લાગુ પડશે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Arun Jaitely, Business

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन