રૂપિયામાં આવેલા ઐતિહાસિક ઘટાડાએ જ્યાં આર્થિક મોરચે ચિંતા વધારી દીધી છે. એ એક સેક્ટર એવું પણ છે, જેણે નબળા રૂપિયાને જોરે શાનદાર છલાંગ લગાવી છે. શુક્રવારે આવેલા ઐતિહાસિક ઘટાડાએ શેરબાજારમાં આઇટી શેરોએ પ્રાણ પૂરવાનું કામ કર્યું છે. સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવને કારણે ભારતીય શેરબજારમાં અફરાતફરીની સ્થિતિ બની હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન આઇટી શેરોમાં જોરદાર ખરીદી આવી છે.
BSEમાં દેશની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસના શેરમાં આજે ત્રણ ટકા કરતાં વધુનો ઉછાળો આવ્યો હતો અને અન્ય આઈટી શેરોમાં ટેક મહિન્દ્રા, માઇન્ડટ્રી, એચસીએલ ટેક, TCS અને વિપ્રોના શેરોમાં સારો દેખાવ જોવા મળ્યો છે.
આઇટી શેરોમાં 0.46-6.74 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. ઇન્ફિબીમ ઇન્કોર્પોમાં 10.60 પોઇન્ટ વધીને 167.85, ટેક મહિન્દ્રામાં 17.25 વધીને 659.45, ઇન્ફોસિસમાં 31.40 વધીને 1348.10, TCSમાં 15.20 વધીને 1996.60, ઓરેકલ ફાઇ. સર્વિસીઝમાં 17.90 વધીને 3883.25, ટાટા એલેક્સીમાં 19.90 વધીને 1394.50, માઇન્ડટ્રીમાં 5.70 વધીને 976.86ના સ્તરે બંધ રહ્યા હતા.
નોંધનીય છે કે અમેરિકા ભારતીય આઇટી કંપનીઓ માટે સૌથી મોટું બજાર છે અને રૂપિયામાં આવેલી નબળાઈને કારણે આ કંપનીઓને ફાયદો થશે, જેને લઈ આ કંપનીઓના શેરોના ભાવમાં વધુ ઉછાળો આવવાની આશા છે. ગુરુવારે 69.05ના નીચા સ્તરે બંધ થયા બાદ શુક્રવારે રૂપિયો 7 પૈસા નબળો થઈ 69.12 ખૂલ્યો હતો, જે અત્યારસુધીનો સૌથી નીચો સ્તર કહેવાય છે.
એવી રીતે ડોલરમાં જુલાઈ 2017ની બાદ મજબૂત ઉછાળો આવ્યો છે. ડોલરમાં આવેલી મજબૂતાઈને કારણે ફેડરલ રિઝર્વ તરફનો અમેરિકી અર્થતંત્ર પર ભરોસો વધુ મજબૂત બન્યો છે. આવનારા દિવસોમાં વ્યાજદરમાં વધારાની જાહેરાત થઈ શકે છે.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર