Home /News /india /

સરકારી બૅન્કમાંથી લોન લેવાની હવે સરળ બનશે, બેન્કિંગમાં મોટા સુધારાની જાહેરાત

સરકારી બૅન્કમાંથી લોન લેવાની હવે સરળ બનશે, બેન્કિંગમાં મોટા સુધારાની જાહેરાત

સરકારી બૅન્કમાંથી લોન લેવાની હવે સરળ બનશે.

    નાણાકીય સર્વિસીઝના સચિવ રાજીવ કુમારે જણાવ્યું હતું કે વર્તમાન સુધારણા પછી લોન લેનારા ઇમાનદાર માટે જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી લોન લેવાનું સરળ બનશે. ઉલ્લેખનીય છે કે સરકારે આ સપ્તાહે બેન્કિંગ સેક્ટરમાં ઘણા સુધારા કરવાની જાહેરાત કરી છે. સરકારે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની 20 બેંકોમાં 31મી માર્ચ પહેલાં સરકાર રૂ.88,139 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જેનાથી લોકોને ઋણ આપી શકાય અને એની વૃદ્ધિને પણ પુન:સ્થાપિત કરી શકાશે.

    કુમારે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ સુધારણા-પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોન લેનારાની પ્રામાણિક્તાને પ્રોત્સાહન આપવું અને યોગ્ય-પ્રામાણિક લોન લેનારા માટેની જરૂરિયાત આધારિત ભંડોળ સરળ અને અડચણ વગરનું બનાવવું. વિવિધ પગલાં સાથે દાખલ કરવામાં આવનારા જીએસટી રિટર્નથી બેન્કોને રોકડ પ્રવાહ વિશેની ઘણી માહિતી મળી શકશે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Bank loan, Business, એસબીઆઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन