ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન શરુ, આજે બપોરે કરવામાં આવશે લોન્ચ

News18 Gujarati
Updated: July 22, 2019, 7:11 AM IST
ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન શરુ, આજે બપોરે કરવામાં આવશે લોન્ચ
ભારતનું બીજુ મૂન મિશન સોમવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સોમવારે બપોરે 2.43 કલાકે આ મિશન લોન્ચ કરવામાં આવશે

  • Share this:
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાને (ISRO) GSLV માર્ક III-M1 ચંદ્રયાન-2ના લોન્ચ વ્હીકલની રિહર્સલ પુરી કરી લીધી છે. ઇસરોએ જણાવ્યું છે કે ચંદ્રયાન-2ની બધા પ્રકારની ટેકનિકલી પરેશાનીને દુર કરી દીધી છે. રવિવારે સાંજથી ચંદ્રયાન-2ના લોન્ચનું કાઉનડાઉન શરુ થઈ ગયું છે. ભારતનું બીજુ મૂન મિશન સોમવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે. 20 કલાક ચાલનાર કાઉનડાઉન પછી સોમવારે બપોરે 2.43 કલાકે આ મિશન લોન્ચ કરવામાં આવશે. આ GSLV માર્ક 3 એમ-1 રોકેટથી લોન્ચ કરવામાં આવશે.

ઇસરોના ચીફ ડો. કે સિવને કહ્યું હતું કે ચંદ્રયાન-2ના લોન્ચિંગની બધી તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. પ્રથમ પ્રયત્નમાં જે ટેકનિકલ પરેશાની હતી તે દૂર કરી દીધી છે. રવિવાર સાંજથી ચંદ્રયાન-2ના લોન્ચનું કાઉનડાઉન શરુ થઈ જશે. ચંદ્રયાન-2 આવનાર દિવસોમાં 15 મહત્વપૂર્ણ મિશન ઉપર કામ કરશે.

આ પણ વાંચો - ચંદ્રયાન-2 મિશન પાછળ છે બે મહિલાઓ, જાણો કોણ છે રોકેટ વૂમન અને ડેટા ક્વીન

ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ ચાંદ દક્ષિણ ધ્રુવ પર એક રોવરને ઉતારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવશે. રોકેટમાં એક ટેકનિકલ પરેશાનીને કારણે 15 જુલાઈના રોજ સવારે લોન્ચિંગ કરવાથી અટકાવી દેવામાં આવ્યું હતું. જ્યારે લિક્વિડ પ્રોપેલેંટને રોકેટના સ્વેદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજ એન્જીનમાં લોડ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પરેશાની આવી હતી.આ પણ વાંચો - ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'થી 65.17% સસ્તું

15 જુલાઈએ લોન્ચિંગના લગભગ 56.24 મિનિટ પહેલા ઇસરોએ મીડિયા સેન્ટર અને વિઝિટર ગેલેરીમાં લાઇવ સ્ક્રીનિંગ રોકી દીધું હતું. જે સમયે લોન્ચિંગ રોકવામાં આવ્યું હતું ત્યારે કાઉનડાઉન અંતિમ ચરણમાં હતું. આ પછી ચંદ્રયાન-2ના લોન્ચિંગ માટે 22 જુલાઈનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.
First published: July 21, 2019
વધુ વાંચો
अगली ख़बर