Home /News /india /

ISROનાં સેટેલાઇટની પહેલી તસવીર, સ્પેસમાંથી આવું દેખાય છે ઇન્દોરનું સ્ટેડિયમ

ISROનાં સેટેલાઇટની પહેલી તસવીર, સ્પેસમાંથી આવું દેખાય છે ઇન્દોરનું સ્ટેડિયમ

ઇસરો અને ભારતની આ ઉપલબ્ધિથી પાકિસ્તાન પરેશાન થઇ ગયુ છે

ઇસરો અને ભારતની આ ઉપલબ્ધિથી પાકિસ્તાન પરેશાન થઇ ગયુ છે

    નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર (ISRO)એ આ મંગળવારે કાર્ટોસેટ-2 સેટેલાઇટ દ્વારા ખેચેલી પહેલી તસવીર જાહેર કરી છે ઇસરોની વેબસાઇટ પર અપલોડ આ તસવીરમાં ઇન્દોરનાં હોલકર સ્ટેડિયમ જોવા મળે છે. આપને જણાવી દઇએ કે, 12 જાન્યુઆરીએ શ્રીહરિકોટા સ્પેસ પોર્ટથી એક સેટેલાઇટ લોન્ચ કરવામાંઆવી હતી

    ઇસરો અને ભારતની આ ઉપલબ્ધિ પર પાકિસ્તાન પરેશાન થઇ ગયુ છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલય તરફથી ઇસરોનાં 100માં ઉપગ્રહની લોન્ચિંગ પહેલાં કહેવામાં આવ્યું હતું કે ભારત જે ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરી રહ્યો છે. તેનાંથી તે બેવડી નીતિ અપનાવી રહ્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે, આ ઉપગ્રહનાં ઇસ્તેમાલ નાગરિક અને સૈન્ય ઉદ્દેશ્યમાં કરવામાં આવી શકે છે. તેણે કહ્યું કે, તેનો ઉપયોગ સૈન્ય ક્ષમતાઓ માટે ન કરવામાં આવે, જો એમ થાય છે તો તેનો ખોટો પ્રભાવ ડશે.



    ભારતનો એક માઇક્રો અને એક નેનો ઉપગ્રહ શામેલ

    સહ-યાત્રી ઉપગ્રહમાં ભારતનાં એક માઇક્રો અને એક નૈનો ઉપગ્રહ શામેલ થશે. જ્યારે છ અન્ય દેશો કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, કોરિયા, બ્રિટન અને અમેરિકાએ ત્રણ માઇક્રો અને 25 નૈનો ઉપગ્રહ શામેલ કરવામાં આવ્યો છે. ઇસરો અને એન્ટ્રિક્સ કોર્પોરેશન લિમિટેડની વચ્ચે વ્યાપારિક સમજૂતિ હેઠળ આ 28 આંતરરાષ્ટ્રિય ઉપગ્રહને પ્રક્ષેપિત કરવામાં આવી છે. આ 100માં ઉપગ્રહ કાર્ટોસેટ-2 સિરીઝનો ત્રીજો ઉપગ્રહ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Satellite

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन